જમ્મુ-કાશ્મીરના સાંબામાં જૈશ-એ-મોહમ્મદના સાત આતંકવાદી ઠાર

સાંબા, જમ્મુ-કાશ્મીરના સાંબામાં આતંકવાદીઓની ઘૂસણખોરીને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધી છે. આ દરમિયાન, બીએસએફના જવાનોએ સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, જમ્મુ ળન્ટિયર બીએસએફના સાંબા સેક્ટરમાં ૮-૯ મેની મધ્યરાત્રિમાં આતંકવાદીઓનું એક મોટું ટોળું ભારતમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યું હતું, જેની ખબર સુરક્ષા દળોને પડી ગઈ હતી.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘૂસણખોરીને પાકિસ્તાનના રેન્જર્સ તરફથી ઢાંઢર ચેક પોસ્ટ પર ફાયરિંગ કરીને સમર્થન મળ્યું હતું. જોકે, સૈનિકોએ ઘૂસણખોરીને કોશિશને નિષ્ફળ બનાવી દીધી છે. ઓછામાં ઓછા સાત આતંકવાદી માર્યા ગયા છે અને ઢાંઢર ચોકીને નુકસાન પહોંચ્યુ છે.
સુરક્ષા દળના અધિકારીઓના કહેવા મુજબ, હજુ પણ આતંકવાદી હોઇ શકે છે. બીએસએફે ફાયરિંગ અને ધ્વસ્ત કરાયેલા બંકરની એક થર્મલ ઇમેજર ક્લિપ પણ જાહેર કરી, જ્યાં પાકિસ્તાની રેન્જર્સનું એક ભારે મશીન ગન લાગેલું હતું.ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં કેટલાક આતંકવાદી કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે અને પીઓકેમાં એક પાકિસ્તાની બંકર પણ ઉડાવી દીધું છે.
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાની સેનાએ કરેલાં હુમલામાં ભારતીય સેનાનો જવાન એમ. મુરલી નાઈક શહીદ થયો હતો. નાઈકના પિતાએ જણાવ્યું હતું કે, તેના નિધનથી અમે નિરાધાર થઈ ગયા છીએ. બાળપણથી જ તેનું લક્ષ્ય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું હતું. નાઈક આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાનો નિવાસી હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.
ચંદ્રાબાબુ નાયડુએ નાઈકની શહીદી અંગે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશની રક્ષામાં પ્રાણની આહૂતિ આપનારા શહીદ મુરલી નાઈકના નિધનથી અત્યંત દુઃખ થયું છે.SS1MS