આઈએમએફએ ઇં૧ અબજની લોન મંજૂર કરી હોવાનો પાકિસ્તાનનો દાવો

ઇસ્લામબાદ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે પાકિસ્તાન માટેના ૭ અબજ ડોલરના બેઇલઆઉટ પેકેજની સમીક્ષા કરી હતી અને એક અબજ ડોલરનો હપ્તો છૂટો કર્યાે હતો, એમ પાકિસ્તાન સરકારે શુક્રવારે જણાવ્યું હતું.
શરીફની ઓફિસે જણાવ્યું હતું કે પાકિસ્તાન માટે એક અબજ ડોલરના હપ્તાને મંજૂરી બદલ વડાપ્રધાન શરીફ સંતોષ વ્યક્ત કરે છે. જોકે આઇએમએફે તાકીદે કોઇ ટીપ્પણી કરી નહોતી.
આઈએમએફનું બોર્ડ ૭ અબજ ડોલરના પ્રોગ્રામની સમીક્ષા અને બે વર્ષથી વધુ સમયગાળા માટે ૧.૩ બિલિયન ડોલર નવી લોન એમ બંને પર ચર્ચા કરવાનું હતું.
પહેલગામમાં આતંકી હુમલા પછી ભારતે આઈએમએફને પાકિસ્તાનને આપેલી લોનની સમીક્ષા કરવાનું અને નવો હપ્તો છૂટો ન કરવાનો અનુરોધ કર્યાે હતો. લોનની દરખાસ્તનો ભારતે જોરદાર વિરોધ કર્યાે હતો અને મતદાન કરવાથી દૂર રહ્યું હતું. ભારતે જણાવ્યું હતું કે લોનના નાણાનો સીમા પારના ત્રાસવાદને પ્રોત્સાહન આપવા માટે દુરુપયોગ થઈ શકે છે.SS1MS