બે દિવસમાં બેંકનું કામ પુરૂ કરી લો, ત્રણ દિવસ બેંકો બંધ રહેશે
નવીદિલ્હી, જો તમે આ અઠવાડીયાના અંતમાં બેંકનું કામકાજ ઉકેલવા માંગો છો તો તમારી યોજના બદલી નાખ્યો અને ગુરૂવાર સુધી તે કામ પુરૂ કરી લો શુક્રવાર અને શનિવારે બેંકોની હડતાળ છે અને બેંકોનું કામકાજ ઠપ્પ રહેશે જયારે રવિવારની બેંકોમાં રજા રહેશે આથી સતત ત્રણ દિવસ બેંકોનું કામકાજ થઇ શકશે નહીં.
બેંક એસોસીએશનના સુત્રોના જણાવ્યા અનુસાર ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીએ બેંકો હડતાળ પાડશે આ હડતાળની તારીખ પણ ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે ૩૧ જાન્યુઆરીને આર્થિક સર્વે અને ૧ ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજુ થનાર છે.૧ ફેબ્રુઆરીએ પહેલો શનિવાર છે પરંતુ તે દિવસે બેંકો બંધ રહેશે તો ફેબ્રુઆરીમાં બેકોના કામકાજી દિવસ વધુ ધટી જશે ત્રણ દિવસ સુધી જો બેંકોનું કામકાજ બંધ રહેશે તો જાન્યુઆરીનો પગાર રિલીજ થવામાં વિલંબ થશે અને એટીએમમાં કૈશની કમી જેવા પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
આથી તમારી પાસે કૈશની પુરી વ્યવસ્થા રાખો અને જો કોઇ મોટી જરૂરત છે તો આગામી બે દિવસમાં બંદોબસ્ત કરી લો એ યાદ રહે કે જાન્યુઆરી ૨૦૨૦માં આ બેંકોની બીજી હડતાળ છે આ પહેલા ૮ જાન્યુઆરીએ ભારત બંધમાં પણ છ બેંક કર્મચારી યુનિયન સામેલ થયા હતાં તે દિવસે મોટાભાગની બેંકો બંધ રહી હતી. ઇડિયન બેંક એસોસિએશન દ્વારા આ હડતાળ અનેક માંગણીઓને લઇ કરવામાં આવી રહી છે. જેમાં સમાન કામનો સમાન પગાર કામનો સમય નિર્ધારિત કરવો પારિવારિક પેન્શન વગેરે માંગો છે જે પુરી થવાને કારણે બીજીવાર બેંક યુનિયનો હડતાળ ઉપર ઉતરશે.