ઘોર કળયુગઃ લગ્નની આગલી રાતે દુલ્હન માસી પોતાના ભાણેજ સાથે ભાગી ગઈ

AI Image
અજબ પ્રેમની ગજબ કહાની – મહેમાનોથી ઘર ભરાયેલું હતું અને ગીતો અને શરણાઈઓ વાગી રહી હતી.-બંનેએ એક સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી અને બાદમાં લગ્ન માટે ઘર છોડીને ભાગી ગયા.
બિહાર, બિહારના નાલંદા જિલ્લાના બિંદ વિસ્તારના એક ગામમાંથી અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. વરરાજો જાન લઈને આવી રહ્યો હતો, પણ લગ્નની ઠીક પહેલા માસી પોતાના ભાણેજ સાથે ફરાર થઈ ગઈ.
આ ઘટનાથી હડકંપ મચી ગયો. બિંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની ૧૯ વર્ષિય યુવતીના લગ્ન ૧૧ મેના રોજ નક્કી કર્યા હતા અને વરરાજો જાન લઈને આવી રહ્યો હતો. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. મહેમાનોથી ઘર ભરાયેલું હતું અને ગીતો અને શરણાઈઓ વાગી રહી હતી.
જે યુવતી સાથે લગ્ન થઈ રહ્યા હતા, તેના માતા-પિતા બીજા રાજ્યમાં રહેતા હતા અને દીકરીના લગ્ન કરવા માટે ગામડે આવ્યા હતા. પણ તેમને શું ખબર હતી કે કંઈ એવું થશે,
જેના કારણે આખા સમાજમાં તેમનું નાક કપાઈ જશે. લગ્નની ઠીક પહેલી રાતે યુવતી ઘરમાંથી અચાનક ગાયબ થઈ ગઈ. જ્યારે શોધખોળ કરી તો જાણવા મળ્યું કે, તે પોતાના પિતરાઈ ભાણેજ સાથે ફરાર થઈ ગઈ છે. યુવતી તેની માસી થતી હતી અને યુવક તેના ઘરે કાયમ આવતો હતો.
બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો અને બંને લગ્ન કરવા માગતા હતા. થોડા મહિના પહેલા જ પરિવારના લોકોને તેમની લવ સ્ટોરી વિશે જાણવા મળ્યું હતું. તેથી યુવતીના ફટાફટ લગ્ન નક્કી કરી નાખ્યા. બંનેએ એક સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી અને બાદમાં લગ્ન માટે ઘર છોડીને ભાગી ગયા.
આ ઘટના બાદ લગ્નના એ ઘરમાં હડકંપ મચી ગયો અને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરવા લાગ્યા. તો વળી બિંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ચંદન કુમાર સિંહે જણાવ્યું કે, અત્યાર સુધી આ કેસમાં કોઈ લેખિતમાં ફરિયાદ મળી નથી.