Western Times News

Gujarati News

૯ લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલને કોર્ટે આપ્યા હંગામી જામીન

(એજન્સી)અમદાવાદ, અમદવાદના અત્યંત ચકચારી અને કમકમાટીભર્યા ઈસ્કોન બ્રિજ અકસ્માતકાંડના આરોપી તથ્ય પટેલને હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે. હાઈકોર્ટે તથ્યના સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. ahmedabad iskon hit and run case tathya patel

શું હતો આખો મામલો? આ વિગતો જાણવા નીચે આપેલી લીંક જૂઓ

Iskon Bridge Accident: તથ્યની ગાડીની સ્પિડ 142 કિમી. હતી: FSL

જામીન દરમિયાન તથ્ય સાથે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેસે. તથ્ય પટેલે તેના માતાની બીમારીનું કારણ ધરીને જામીન માટે અરજી કરી હતી. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલના જામીન ફગાવ્યા હતા. આ અગાઉ અકસ્માત કર્યાના ૧૩ મહિના બાદ અમદાવાદની ગ્રામ્ય કોર્ટે તથ્યને માત્ર ૧ દિવસના પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા હતા.

દાદાની મરણક્રિયા માટે તથ્યએ જામીન માગ્યા હતા, જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. હાલ ૯ લોકોના ભોગ લેનારા આ નબીરાને હાલ કેસમાંથી મુક્તિ જોઈએ છે, જેના માટે તથ્યએ હાઈકોર્ટમાં કેસમાંથી મુક્તિ મેળવવા અરજી પણ કરી છે.

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ અનેક કેસમાં ફસાયેલા છે

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.