ધોલેરા મામલતદાર કચેરી ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં 45 યુનિટ બ્લડ એકત્ર કરાયું

અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ધોલેરા તાલુકા ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
ધોલેરા મામલતદાર કચેરી ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં 56થી વધુ નાગરિકો દ્વારા નોંધણી કરાવવામાં આવી હતી, 45 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ તકે ધોલેરા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તથા વહીવટીતંત્રના અધિકારી – કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.