Western Times News

Gujarati News

શેરબજારમાં ટ્રેડિંગથી માંડી એક્સયાપરી સુધીના નિયમોમાં ફેરફારો કરાયા

મુંબઈ, માર્કેટ રેગ્યુલેટર સેબીએ એફએન્ડઓ માર્કેટમાં વધી રહેલી સટ્ટાખોરીને ધ્યાનમાં લેતાં જોખમના નવા માપદંડો રજૂ કર્યા છે. ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા કન્સલ્ટન્ટ પેપરના આધારે હવે ઓપન ઈન્ટરેસ્ટની ગણતરી, પોઝિશન લીમિટ અને એક્સપાયરી નિયમોમાં મોટા ફેરફારો થશે.

રિટેલ ટ્રેડર્સને થતાં નુકસાનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે ફેરફારો કરવામાં આવ્યા છે. સેબી ટ્રેડિંગ ગતિવિધિઓને મર્યાદિત કરવા માંગે છે પરંતુ તે જ સમયે માર્કેટની લિÂક્વડિટી જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. નવા નિયમો સટ્ટાખોરી પર અંકુશ લગાવશે અને રિટેલ ટ્રેડર્સને તેમના જોખમોને વધુ સારી રીતે સમજવાની તક પણ આપશે. ઓપન ઈન્ટરેસ્ટ ની ગણતરીઃ ફ્યુચર ઈÂક્વલન્ટ તથા ડેલ્ટા આધારિત મોડલ લાગુ કરાશે.

જેનાથી ડેરિવેટિવ્ઝની કિંમતોને બેઝ સિક્્યુરિટી સાથે જોડી યોગ્ય પોઝિશનિંગને ચેક કરી શકાશે. ઇન્ડેક્સ ઓપ્શન્સની કુલ મર્યાદાઃ ફેબ્રુઆરીમાં જારી કરાયેલા કન્સલ્ટેશન પેપરમાં, સેબીએ કહ્યું હતું કે આ મર્યાદા રૂ. ૧,૫૦૦ કરોડ હોવી જોઈએ. જો કે, ઈન્ડસ્ટ્રીની પ્રતિક્રિયા બાદ, તેને વધારીને રૂ. ૧૦,૦૦૦ કરોડ કરવામાં આવી છે.

સિંગલ સ્ટોક પર માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટઃ હવે તે ફ્રી ફ્લોટના ૧૫% અથવા એવરેજ ડેઈલી ડિલિવરી વેલ્યૂના ૬૫ ગણાં – જે ઓછું હોય તે મુજબ નિર્ધારિત કરાશે. એફપીઆઈએસ અને મ્યુચ્યુઅલ ફંડ્‌સ માટે એમડબલ્યુપીએલ ૩૦% સુધી મર્યાદિત છે. રિટેલ રોકાણકારો માટે એમડબલ્યુપીએલમહત્તમ ૧૦% છે.

એક્સપાયરીની તારીખઃ એક્સપાયરીની તારીખ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે હ્લર્શ્ં એક્સપાયરી અઠવાડિયામાં ફક્ત બે દિવસ જ માન્ય રહેશે. એક્સપાયરીની તારીખમાં ફેરફારો માટે સેબીની મંજૂરી જરૂરી રહેશે. ખાસ કરીને મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ જેવા નવા એક્સચેન્જ પ્લેયર્સ પર તે અસર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.