Western Times News

Gujarati News

ભારતીય સેનાની ત્રણેય પાંખની છાવણી, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત

File

જરૂર પડ્યે તો કાર્યવાહી કરવા સક્ષમ છે-ભારતની એર ડિફેન્સ સિસ્ટમ અભેદ્યઃ સેના

નવી દિલ્હી, ભારતની ત્રણેય સેનાઓના ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગ શરૂ થઈ હતી. જેમાં ઓપરેશન સિંદૂર વિશે વધુ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એર માર્શલ એકે ભારતીએ કહ્યું, “પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્યો. આતંકવાદ સામેની આપણી લડાઈ ચાલુ છે. ડીજીએમઓની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અન્ય અધિકારીઓએ પણ મહત્ત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી.

એર માર્શલ એકે ભારતીએ કહ્યું, ૭ મેના રોજ અમે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. અમે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા ડ્રોનને તોડી પાડ્યા. એર માર્શલ એકે ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના આતંકવાદ સામેની લડાઈને પોતાની લડાઈ માને છે. આપણા હવાઈ સંરક્ષણમાં પ્રવેશ કરવો અશક્્ય છે. સેનાએ કહ્યું કે અમે પાકિસ્તાનના પીએલ-૧૫ને તોડી પાડ્યું. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું કે પાકિસ્તાનના પાપનો ઘડો ભરાઈ ગયો છે.

ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ વિશે બોલતા, એર માર્શલ એકે ભારતીએ કહ્યું, આપણી એર ડિફેન્સ સિસ્ટમ સમયની કસોટી પર ખરી ઉતરી છે અને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

બીજી એક ખાસ વાત સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ આકાશ સિસ્ટમનું શાનદાર પ્રદર્શન છે. છેલ્લા દાયકામાં ભારત સરકાર તરફથી મળેલા બજેટ અને નીતિગત સમર્થનને કારણે જ શક્તિશાળી છડ્ઢ વાતાવરણનું નિર્માણ અને સંચાલન શક્્ય બન્યું છે. એર માર્શલ એકે ભારતીએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા સાધવામાં આવેલા લક્ષ્યોના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા

ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું, અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમારા બધા લશ્કરી થાણા અને હવાઈ મથકો સંપૂર્ણપણે સલામત અને કાર્યરત છે. તેઓ આગામી મિશન માટે તૈયાર છે. ભારતીય સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું સ્વરૂપ બદલાઈ ગયું છે.

નિર્દોષ નાગરિકો પર હુમલા થઈ રહ્યા છે. પહેલગામ સુધીમાં આ પાપનો ઘડો ભરાઈ ગયો છે. તેમણે કહ્યું, આપણે ઓપરેશન સિંદૂરની હવાઈ સંરક્ષણ કાર્યવાહીને એક સંદર્ભમાં સમજવાની જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આતંકવાદી પ્રવૃત્તિઓનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.