પાકિસ્તાનના ન્યૂક્લિયર સ્થળ કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી: સેના

File Photo
નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના અધિકારીઓએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સેનાએ કહ્યું કે, અમે પાકિસ્તાનના ન્યૂક્લિયર સ્થળ કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી.
સેટેલાઈટ તસવીરમાં સરગોધા સ્થિત મુશફ એરબેઝ પર હુમલો દેખાડાયો હતો, જે કથિત રીતે કિરાના હિલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર સ્ટોરેજ સાથે જોડાયેલો છે. સેનાએ પાકિસ્તાનના કેટલાક ઠેકાણાઓને નિશાન બનાવતા એવી અટકળો શરૂ થઈ હતી કે, સેનાએ પાકિસ્તાનના આ ન્યૂક્લિયર પરમાણુ ઠેકાણાને પણ નિશાન બનાવ્યો હતો.
જ્યારે એર માર્સલ એકે ભારતીને પૂછવામાં આવ્યું કે, શું બારતે કિરાના હિલ્સ પર પણ હુમલો કર્યો છે? તો તેમણે કહ્યું કે, ‘કિરાના હિલ્સમાં પરમાણુ સ્ટોરેજ છે, તે જણાવવા બદલ આભાર, અમને તેના વિશે ખબર નહોતી. અમે કિરાણા હિલ્સ પર હુમલો કર્યો નથી. ભલે ત્યાં કંઈપણ હોય… અમે અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં આવું કંઈપણ દેખાડ્યું નથી.’
ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન એર માર્શલ એકે ભારતીએ આ વાતની પુષ્ટિક કરી છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના કિરાના હિલ્સ ન્યૂક્લિયર ઠેકાણાને નિશાન બનાવ્યા નથી. ભારતે જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનના ૧૧ એરબેઝને ટાર્ગેટ કરી નષ્ટ કરી દીધા છે. તેમાં સરગોધાથી લઈને નૂર ખાન જેવા મુખ્ય સૈન્ય ઠેકાણા સામેલ છે.
તેમણે કહ્યું કે, ‘આપણા તમામ લશ્કરી બેઝ અને સિસ્ટમો સંપૂર્ણપણે કાર્યરત છે અને જરૂર પડશે તો આગામી મિશન માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે જે તસવીરો દેખાડી છે, તે મુજબ તૂર્કેઈના ડ્રોન હોય કે પછી અન્ય કોઈના… અમારી સિસ્ટમ તેને તોડી પાડવા માટે સંપૂર્ણ તૈયાર છે.