એપ્રિલથી ફ્લાઈટની મુસાફરી થશે મોંઘી : સરકાર કરશે ટીકિટોના ભાવમાં વધારો
નવી દિલ્હી, દેશમાં મોંઘવારીના મારે સામાન્ય લોકો અને સરકારી કમર તોડી નાખી છે, ત્યારે સતત વધતી મોંઘવારી વચ્ચે હવાઈ મુસાફરી પણ મોંઘી થવા જઈ રહી છે. એર ટિકિટોમાં આ વધારાનું કારણ એરપોર્ટ નેવિગેશન ચાર્જ હશે. એપ્રિલથી એરપોર્ટ સંશોધક ચાર્જમાં ૪ ટકાનો વધારો થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં તેમાં ૪ ટકાનો વધારો કરવાની દરખાસ્ત છે. એરપોર્ટ નેવિગેશન સુવિધા આપવા માટે એરપોર્ટ નેવિગેશન સુવિધા ચાર્જ વસુલ કરે છે. ફ્લાઈટ મુસાફરો પાસેથી આ ચાર્જ પ્રતિ ફ્લાઈટના આધારે લેવામાં આવે છે. મંત્રલાયે આ પ્રસ્તાલ પર અંતિમ નિર્ણય માટે આગામી અઠવાડીયામાં એક બેઠક પર યોજી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૦ વર્ષથી આ ચાર્જમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.