Western Times News

Gujarati News

જાતિ આધારિત વસ્તી ગણતરી માટે કાયદામાં સુધારાની જરૂર નથીઃ સરકાર

સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ ગયા મહિને સ્વીકારી હતી

ભારતમાં બ્રિટશરોના રાજ દરમિયાન ૧૮૮૧થી ૧૯૩૧ સુધી થયેલી વસ્તી ગણતરી દરમિયાન તમામ જાતિઓની ગણતરી કરવામાં આવી હતી

નવી દિલ્હી,
આગામી વસ્તી ગણતરી દરમિયાન જાતિ ગણતરી માટે આશરે ૭૦ વર્ષ જૂના હાલના વસ્તીગણતરી ધારામાં કોઇ સુધારો કરવાની જરૂર પડશે નહીં. ૧૯૪૮ના આ કાયદામાં છેલ્લે ૧૯૯૪માં સુધારો કર્યાે હતો. આ કાયદા મુજબ કેન્દ્ર સરકારને ફોર્મમાં ઉલ્લેખિત વિગતો માંગવાની સત્તા મળે છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ભારતમાં બ્રિટશરોના રાજ દરમિયાન ૧૮૮૧થી ૧૯૩૧ સુધી થયેલી વસ્તી ગણતરી દરમિયાન તમામ જાતિઓની ગણતરી કરવામાં આવી હતી. પરંતુ ૧૯૫૧માં સ્વતંત્ર ભારતની પહેલી વસ્તી ગણતરી સમયે તત્કાલીન સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય હવે કોઈ પણ જાતિની ગણતરી ન કરવાનો નિર્ણય કર્યાે હતો.

એક દાયકા પછી, ૧૯૬૧માં કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું હતું કે તેઓ પોતાના સર્વેક્ષણ કરે અને જો તેઓ ઈચ્છે તો રાજ્ય વિશેષૅમ્ઝ્ર યાદીઓ તૈયાર કરે.આશરે છ દાયકા પછી અને અનેક વર્ગાે અને વિવિધ પક્ષોની માંગણીઓ પછી સરકારે ગયા મહિને આગામી રાષ્ટ્રવ્યાપી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યાે હતો. કાયદાની કલમ ૮નો ઉલ્લેખ કરીને, અધિકારીઓએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી અધિકારી તેમને પૂછવાની સૂચના આપવામાં આવી હોય તેવા તમામ પ્રશ્નો પૂછી શકે છે.

જે વ્યક્તિને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેનો જવાબ આપવા તે વ્યક્તિ કાનૂની રીતે બંધાયેલ છે. વ્યક્તિ પોતાની શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ પ્રશ્નનો જવાબ આપી શકે છે. જોકે કોઈપણ સ્ત્રી તેના પતિ અથવા મૃત પતિનું નામ કે રિવાજ મુજબ જેનું નામ લેવાની તેને મનાઈ હોય તેવી કોઈપણ વ્યક્તિનું નામ જણાવવા માટે બંધાયેલી રહેશે નહીં.વસ્તી ગણતરી અધિકારીઓ સાથે શેર કરાયેલી વિગતોનો ઉપયોગ કોઈની વિરુદ્ધ કરી શકાતો નથી અને તે ગુપ્ત છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.