અમિતાભ બચ્ચને યુદ્ધ પર રચાયેલી બાબુજીની કવિતાને શેર કરી

અમિતાભ બચ્ચને મૌન તોડ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ઘણા બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા
મુંબઈ,ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ઘણા બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. પણ અમિતાભ બચ્ચન ચૂપ રહ્યા. હવે, તે સતત પોસ્ટ કરી રહ્યા છે અને તાજેતરમાં તેમને બાબુજી હરિવંશરાય બચ્ચનની એક કવિતા શેર કરી હતી.બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પહેલગામ આતંકવાદી હુમલા પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, જેના પછી તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. હવે તેમણે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે. અમિતાભ બચ્ચને પણ ભારતીય સેના અને વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી છે. બિગ બીએ હવે સોશિયલ મીડિયા પર એક કવિતા શેર કરી છે. આ કવિતા તેમના પિતા હરિવંશ રાય બચ્ચને ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન લખી હતી.
આ કવિતા તે સમયે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. આ કવિતા લખવાની સાથે અમિતાભ બચ્ચને તુલસીદાસ રામચરિત માનસની એક પંક્તિ પણ લખી છે.અમિતાભ બચ્ચને સૌથી પહેલા કવિતા શેર કરી. જેની સાથે લખ્યું હતું- જય હિંદ. બાબુજીની કવિતાની કેટલીક પંક્તિઓ. ત્યારબાદ તેમણે લખ્યું – નીચે શેર કરેલી કવિતાનો અર્થ આ છે. “સુર સમર કરણી કરહિં, કહી ના જનવહિં આપ” પંક્તિનો અર્થ એ છે કે બહાદુરો યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે, તેઓ પોતાની બહાદુરી બતાવવા માટે વાર્તાઓ બનાવતા નથી.
આ વાક્ય તુલસીદાસજીના રામચરિતમાનસના લક્ષ્મણ-પરશુરામ સંવાદમાંથી લેવામાં આવ્યું છે – કે બહાદુરો યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવે છે, તેઓ પોતાના મોઢેથી પોતાના વખાણ કરતા નથી. યુદ્ધમાં દુશ્મનને સામે જોઈને ફક્ત કાયર લોકો જ પોતાની બહાદુરીની બડાઈ મારે છે.અમિતાભ બચ્ચને આગળ લખ્યું – શબ્દોએ વ્યક્ત કર્યું છે, પહેલા કરતાં વધુ સત્ય.. એક કવિ અને તેમનું દ્રષ્ટિકોણ પહેલા કરતાં વધુ મહાન.. બાબુજીના શબ્દો ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધની આસપાસ લખાયા હતા, અમે જીત્યા અને વિજયી બન્યા, જેના માટે તેમને ૧૯૬૮માં પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો.. આ લગભગ ૬૦ વર્ષ પહેલાંની વાત છે.SS1