વેપારી પેઢી દ્વારા રૂ.૧૭ કરોડની છેતરપિંડી મામલે રાજકોટ બેડી યાર્ડમાં હડતાળ

રૂપિયા પરત ન મળે ત્યાં સુધી બંધ પાળવા કમીશન એજન્ટો મકકમ
રાજકોટ, રાજકોટના બેડી માર્કેટીગ યાર્ડમાં કમીશન એજન્ટોની હડતાળ રવીવારે સતત ચોથા દીવસે પણ યથાવત રહી હતી. જેના કારણે યાર્ડનું તમામ કામકાજ ઠપ્પ થઈ ગયું છે. જે.કે. ટ્રેડર્સ નામની પેઢી દ્વારા કમીશન એજન્ટો સાથે રૂ.૧૭ કરોડથી વધુની છેતરીપીડી કરવામાં આવતા આ પગલું ભરવામાં આવ્યું છે.
આજે મોટી સંખ્યામાં કમીશન એજન્ટો દ્વારા ખાતે એકઠા થયા હતા અને એસોસીએશનના પ્રમુખે સ્પષ્ટ કર્યુું હતું. કે જયાં સુધી આરોપીઓ દ્વારા રોકાયેલા નાણાં પરત કરવામાં નહી આવે તો અથવા તેની કોઈ ચોકકસ બાંહેધરી નહી મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, યાર્ડમાં ધંધો કરતી જે.કે.ટ્રેડીગ નામની પેઢીના વેપારીઓમાં આશરે ૧૪પ જેટલા કમીશન એજન્ટો પાસેથી જીરૂં ખરીદીને રૂ.૧૭ કરોડથી વધુની છેતરપીડી આચરી છે.
આ અંગે પોલીસે કમીશનર સુધી રજુઆત કરવામાં આવતા રાજકોટ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી . જો કે, હજુ સુધી કમીશન એજન્ટોને તેમના નાણાં કયારે પરત મળશે તે અંગે કોઈ નિશ્ચિત માહિતી આપવામાં આવી નથી.આ હડતાળના કારણે શિયાળુ પાકની સીઝન હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. યાર્ડ બંધ રહેતા ખેડૂતો મજુરો અને વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
ખેડૂતો ઈચ્છી રહયા છે કે યાર્ડનું કામકાજ તાત્કાલીક રાબેતા મુજબ શરૂ થાય એસોસીએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, છેતરપિડી કરનાર પેઢીનું અંદાજે ૧ લાખ ૮ હજાર મણ જીરું ઉઝા યાર્ડમાં પડયું છ
જો આ જીરૂં વેચવામાં આવે તો મોટાભાગના કમીશન એજન્ટોના નાણાં પરત ચુકવી શકાય તેમ છે. વેપારીઓએ ૧ એપ્રિલથી રપ એપ્રીલ દરમ્યાન રૂ.૪૮૦૦ પ્રતી મણના ભાવે જીરૂં ખરીધું હતું. જયારે હાલમાં જીરૂં ભાવ ઘટીને રૂ.૪૦૦૦ પ્રતી મણ થયો છે. તેમ છતાં આ જીરું વેચીને નોધપાત્ર રકમ પરત કરી શકાય છે.
પોલીસે આરોપીઓને ધરપકડ કરી લીધી હોવા છતાં કમીશન એજન્ટોને તેમના પૈસા કયારે પાછા મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે કમીશન એજન્ટો જયાં સુધી તેમના નાણાં પરત નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા માટે મકકમ છે.