આ જાણીતી બોલીવુડ અભિનેત્રીએ ઘરથી ભાગી કર્યા હતા લગ્ન

સાસુ-સસરા પણ વિરોધ કરતા હતા
અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠી ઈન્ડસ્ટ્રીના પાવર કપલ્સમાં સામેલ છે, બંનેએ ૧૯૯૨માં લગ્ન કર્યા હતા
મુંબઈ,અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠી ઈન્ડસ્ટ્રીના પાવર કપલ્સમાં સામેલ છે. બંનેએ ૧૯૯૨માં લગ્ન કર્યા હતા. કપલના લગ્નને ૩૩ વર્ષ થઈ ગયા છે. પરંતુ બંને વચ્ચેનો સંબંધ હજુ પણ અતૂટ છે. તમને જણાવી દઈએ કે, થોડા વર્ષાે પહેલા ‘ધ કપિલ શર્મા’ શોમાં તેણે ખુલાસો કર્યાે હતો કે પરમીતના પિતાને અમારો સબંધ મંજૂર નહોતો, જેના કારણે અમારે ભાગીને લગ્ન કરવા પડ્યા હતા. વાસ્તવમાં જ્યારે પરમીત શોમાં ગેસ્ટ તરીકે આવ્યો હતો, ત્યારે કપિલે તેને તેમના સંબંધો વિશે સવાલ કર્યાે હતો. ત્યારે પરમીતે મજાકમાં કહ્યું હતું કે, ‘અર્ચનાએ મને તેની સાથે લગ્ન કરવા માટે મજબૂર કર્યાે હતો. તેણે એવી પરિસ્થિતિ ઉભી કરી.’ પરમીતના નિવેદન પર અર્ચનાએ કહ્યું હતું કે, ‘તેણે મને પ્રપોઝ કર્યું અને પછી અમે ભાગી ગયા.
’પરમીતે આગળ જણાવ્યું કે, ‘રાત્રે ૧૧ઃ૦૦ વાગ્યે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યાે હતો. અમે પંડિતને શોધવા માટે નીકળી પડ્યા હતા. ‘શું તમે ભાગેલાછો? છોકરી પુખ્ત છે ને? તો મેં કહ્યું, તે મારા કરતા વધુ પુખ્ત છે. પંડિતે કહ્યું હતું કે, આ યોગ્ય રસ્તો નથી આપણે સવારના શુભ સમયની રાહ જોવી જોઈએ. અમે તેમને થોડા પૈસા આપ્યા અને તે બીજા દિવસે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે આવ્યો અને અમારા લગ્ન થયા.’અર્ચના-પરમીતની વાત સાંભળ્યા પછી કપિલે પૂછ્યું હતું કે શું પરિવાર આ સંબંધથી રાજી નહોતો? તેના પર અર્ચનાએ કહ્યું, ‘ઘણા નાટકો થયા હતા. પરમીતના માતા-પિતા વિરોધ કરતા હતા, કારણ કે તેમને લાગતું હતું કે, હું તેમના દીકરા કરતાં ઉંમરમાં મોટી છું. આ સાથે જ હું એક એક્ટ્રેસ છું. પરંતુ આ બધુ થવા છતાં, હું એ જણાવવા માંગુ છું કે અમારા લગ્ન પછી તેમણે મને પૂરા દિલથી સ્વીકારી લીધી હતી. તેમની પાસે કોઈ વિકલ્પ પણ નહોતો. પરમીતે કહ્યું હતું કે, આપણે એકબીજા માટે પરફેક્ટ હતા, અને આ જ કારણ છે કે અમે આટલા લાંબા સમયથી એક સાથે છીએ. અમારું ટ્યુનિંગ પણ પરફેક્ટ હતું, અને તેથી જ અમે લગ્ન કર્યા.’SS1