ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢનારા અમેરિકામાં શ્વેત આફ્રિકનોનું સ્વાગત કરવા તૈયાર

-૮૦૦૦ શ્વેત આફ્રિકનોએ સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી
વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં બીજી વખત સત્તામાં આવ્યા બાદ ભારત, બ્રાઝિલ, મેક્સિકો, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોના લોકોનો દેશનિકાલ કર્યો.
તેમજ શરણાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્્યો. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે દક્ષિણ આફ્રિકાના શ્વેત લોકોનું સ્વાગત કર્યું છે. આ લોકોને લઈ જતું જહાજ, જેને શ્વેત આફ્રિકનો કહેવામાં આવે છે, તે સોમવારે જ અમેરિકા પહોંચ્યું. વોશિંગ્ટન ઍરપોર્ટ પર પહોંચેલા આ લોકોને લાવવા માટેનું વિમાન પણ અમેરિકાથી રવાના થયું હતું.
શ્વેત આફ્રિકનોને આ દેશનિકાલમાંથી બહાર રાખવા બાબતે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી કે દક્ષિણ આફ્રિકામાં શ્વેત આફ્રિકનોની લઘુમતી છે. તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. તેમને નોકરીઓથી દૂર રાખવામાં આવી રહ્યા છે.
જાતિના આધારે તેમની સામે હિંસક ઘટનાઓ બને છે અને જાહેર સેવાઓમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. હાલમાં, વિમાનમાં દક્ષિણ આફ્રિકાથી ૪૯ લોકો અમેરિકા આવ્યા છે. આ દરમિયાન, ૮૦૦૦ શ્વેત આફ્રિકનોએ અમેરિકામાં સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શ્વેત આફ્રિકી પ્રત્યે ઉદારતા બતાવતા કહ્યું હતું કે, અમેરિકા તેને નાગરિકતા આપશે કારણે કે આ લોકો તેમના દેશમાં નરસંહારનો ભોગ બન્યા છે, ખેડૂતોને મારી નાખવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ શ્વેત છે. પરંતુ અહીં મારી-તારી શ્વેત અને અશ્વેતનો કોઈ ભેદભાવ નથી. જ્યારે દક્ષિણ આફ્રિકામાં શ્વેત કિસાનોને મારી નાખવામાં આવે છે અને તેમની જમીન હડપ કરી લેવામાં આવે છે.
જ્યારે અમેરિકાના મીડિયા અહેવાલનું કહેવું છે કે, કેટલાક શ્વેત આફ્રિકનો માર્યા ગયા હતા, પરંતુ મોટાભાગની હત્યાઓ અશ્વેત લોકોની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૪ સુધીમાં, દક્ષિણ આફ્રિકામાં ખેતરોમાં ૨૨૫ લોકોના મોત થયા હતા. પોલીસનું કહેવું છે કે આમાં ૧૦૧ લોકો એવા છે જેઓ ખેતરોમાં મજૂરી કરી રહ્યા હતા. આમાંના મોટાભાગના અશ્વેત હતા. આ ઉપરાંત, ૫૩ શ્વેત લોકોની પણ હત્યા કરવામાં આવી છે.