Western Times News

Gujarati News

“7 હજાર કિ..મી. ના વિસ્તારને ઈસરો કવર કરે છે: સુરક્ષા માટે ૧૦ ઉપગ્રહ સતત નજર રાખે છે”

ઈસરોના વડા નારાયણને સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવસીટીના દીક્ષાત સમારંભને સંબોધન કરતાં આપી જાણકારી

(એજન્સી)નવીદિલ્હી, ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થાન ઈસરોના વડા વી.નારાયણને કહયું કે ઈસરોના ૧૦ ઉપગ્રહ દેશની સુરક્ષા માટે સતત વ્યુહાત્મક હેતુ સાથે નજર રાખી રહયા છે.

રવીવારે ઈમ્ફાલ ખાતે સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવસીટીના દીક્ષાત સમારંભને સંબોધન કરતાં વી. નારાયયણને આ જાણકારી આપી હતી. ઈસરોના વડાએ કહયું કે ઓછામાં ઓછા ૧૦ સેટેલાઈટ દેશવાસીઓની સુરક્ષા માટે ર૪ કલાક નજર રાખી રહયાછે.

Imphal, Manipur: ISRO Chairman V Narayanan said, “At least 10 satellites are continuously working round-the-clock for the strategic purpose to ensure the safety and security of the citizens of the country.”

વી.નારાયણને કહયું કે, તમે સૌ આપણા પાડોશીઓ વિશે જાણો છો. તેવામાં સુરક્ષા સુનિશ્ચિત કરવા આપણે સેટેલાઈટની મદદ લેવી પડે છે. અમે ૭,૦૦૦ કિ. મી.નો વિસ્તારર કવર કરીએ છીએ. ઉત્તરપૂર્વ પર પણ સતત નજર રાખી રહયા છીએ.

સેટેલાઈટ અને ડ્રોનની મદદ વિના આપણે નજર ના રાખી શકીએ. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે શનીવારે સંઘર્ષ વિરામ અમલી બન્યા બાદ ઈસરોના વડાનું આ નિવેદન સામે આવ્યું છે. સેનાએ કહયું કે રવીવારે રાત્રે સરહદે પુરી રીતે શાંતી રહી અને ગોળીબારની કોઈ ઘટના નોધાઈ નથી.

ઉલ્લેખનીય છેકે રર એપ્રીલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં ર૬ નિર્દોષ લોકોની હત્યા થઈ ગઈ. તે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ છેડાઈ ગયો ભારતે ૬ મેના રોજ રાતે સચોટ હુમલો કરીને પાકિસ્તાનમાં નવ આતંકવાદી અડ્ડાની નિશાન બનાવ્યા. ભારતેકરેલા હુમલામાં સંખ્યાબંધ આતંકવાદી માર્યા ગયા હતા. તે પછી પાકિસ્તાનને ભારતના અનેક શહેરોરને નિશાન બનાવવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.