પોલીસ પરિવારના બાળકો માટે વેલફેર પ્રવ્રુતિ અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગનુ આયોજન

અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી/ કર્મચારીઓના બાળકોમાં વિવિધ કૌશલ્ય નો વિકાસ થાય તે હેતુથી પોલીસ પરિવારના બાળકો માટે ઉનાળાના વેકેશનમાં, વેલફેર પ્રવ્રુતિ અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગનુ આયોજન કરવામાં આવેલ છે,
જે વેકેશન દરમિયાન બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ શીખવાની તકો પ્રદાન કરે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ ગત વર્ષથી, શહેરની તમામ પોલીસ લાઇનમાં આ રીતના આયોજન અંગે પહેલ હાથ ધરેલ છે. શહેરની પોલીસ લાઇન માં આ વર્ષે 14 જેટલા સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ અંતર્ગત, પોલીસ કમિશ્નરશ્રીએ અમદાવાદ શહેરની શાહીબાગ વિસ્તારની માધુપુરા, ગોમતીપુર, બાપુનગર, અમરાઈવાડી પોલીસ લાઇનના સમર કેમ્પ ની મુલાકાત લીધી અને પોલીસ લાઇનના બાળકો સાથે સંવાદ કર્યો.