Western Times News

Gujarati News

નાહવા પડેલા ૩ બાળકોમાંથી એકનું ડૂબી જતાં મોત

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, હાલમાં અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદી સફાઈ અને સમારકામ અર્થે ખાલી કરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટનું પાણી ખાલી કર્યા બાદ એક દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રીવરફ્રન્ટ કેમ્પ હનુમાન મંદિર પાસે સાબરમતી નદીના તટમાં ન્હાવા માટે પડેલા ૪, ૫ અને ૧૨ વર્ષીય ૩ બાળકો દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.

મોજ મસ્તી કરવા માટે નદીના અમુક ભાગમાં નાના તળાવ કે ખાડામાં પાણી ભરેલા હોવાને કારણે ત્રણ બાળકો ન્હાવા માટે પડ્યા હતા. પરંતુ તળાવમાં અંદર પોલાણમાં બાળક ડૂબી ગયો હતો.ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર વિભાગની ટીમ અને તરવૈયાની ટીમ કામે લાગી હતી. જોકે ડૂબેલા બાળકની શોધ કરવા માટે મોડી રાતે ૩ વાગે એએમસી દ્વારા વસાવેલું મશીન કામે લાગ્યું હતું.

જોકે મશીનથી બાળકનું લોકેશન મેળવીને મૃતદેહ પરિવારને સોંપાયો હતો. જો કે દુર્ભાગ્યવશ ૧૨ વર્ષના બાળકનો જીવ બચાવી નથી શકાયો. એએમસીએ વસાવેલ નવી ટેક્નોલોજી ડીપ ટ્રેકરનો ઉપયોગ સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો.અમદાવાદ શહેરની જીવાદોરી સમાન સાબરમતી નદી હાલ શુષ્ક થતી જોવા મળી રહી છે.

વાસણા બેરેજના મહત્વપૂર્ણ સમારકામ અને ઉપરવાસમાં માટીના રેમ્પ નિર્માણ હેતુસર રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા નદીને સંપૂર્ણપણે ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કામગીરી આગામી ૧૨ મે, ૨૦૨૫ થી ૫ જૂન, ૨૦૨૫ સુધી ચાલશે, જેના પરિણામે નદીના એક મોટા હિસ્સામાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. જેના પગલે સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધીનો ૫ કિલોમીટરથી વધુનો પટ ખાલી કરાશે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને એનજીઆના સહયોગથી હાથ ધરાશે સફાઈ કામગીરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.