Western Times News

Gujarati News

સરદારનગરના કાપડના વેપારી સાથે તેના બે મિત્રોએ ઠગાઈ આચરી

લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી રૂ.૧ લાખ પડાવનાર વડોદરાથી ઝડપાયો

ધરપકડથી બચવા આરોપી આણંદ, વડોદરા, સાણંદ ભટકતો હતો

(એજન્સી)અમદાવાદ, સરદારનગરમાં કાપડની દુકાનના વેપારી સાથે તેના બે મિત્રે ઠગાઈ આચરતા વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદદ બન્ને મિત્રો વેપારીને સબક શીખવાડવા માટે હત્યાના ગુનામાં સજા કાપીને બહાર આવેલા આકાશ ઉર્ફે મુનિયિા ડોનને સોપારી આપી હતી.

આકાશ ઉર્ફે મુનિયા ડોને વેપારીને લોરેન્સના નામે ધમકી આપીને વેપારી પાસેથી રૂ.૧ લાખ પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા લોરેન્સના નામે ધમકી આપનાર આકાશ ઉર્ફે મુનિયા ડોનની ઝોન-૬ એલસીબી સ્કવોડે ધરપકડ કરી છે.

શાહીબાગમાં રહેતા હરેશભાઈ મુલચંદાણી કુબેરનગરમાં સાહિલ ક્રિએશન નામથી કાપડની દુકાન ધરાવી ધંધો કરે છે. તેમણે અગાઉ મિત્ર મનિષ ઉર્ફે ગીલી ક્રિષ્નાણી અને સૂરજ ઉર્ફે બાબા ક્રિષ્નાણી પાસેથી ૩પ લાખમાં બે દુકાન ખરીદી હતી. બાદમાં હરેશભાઈને જાણ થઈ કે, તેમણે ખરીદેલી બન્ને દુકાનો તેમના મિત્રે સરકારની જગ્યામાં બનાવેલી છે.

જેથી વેપારી હરેશભાઈએ રૂપિયા પરત માંગ્યા હતા. તેથી બન્ને મિત્રો રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. થોડા દિવસ બાદ હરેશભાઈને લોરેન્સ બિશ્નોઈનો માણસ આકાશ બોલું છું. તારે સૂરજ ઉર્ફે બાબા અને તેના મિત્ર મનિષ પાસેથી જે રૂપિયા લેવાના નીકળે તે મેટર હું અહીં કલોઝ કરું છું.

હવેથી રૂપિયા માંગીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ગભરાઈ ગયેલા વેપારીએ ધમકી આપનારને ૧ લાખ ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. ત્યારબાદ વેપારીએ સરદારનગર પોલીસમાં મનીષ, સુરજ ઉર્ફે બાબા તથા લોરેન્સના માણસ તરીકે ઓળખ આપનાર આકાશ અમરાઈવાડી સામે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે સ્થાનિક પોલીસ પણ તપાસ કરી રહી હતી તેવામાં ઝોન-૬ એલસીબી સ્કવોડના પીએસઆઈ અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે આકાશ ઉર્ફે મુનિયા ડોનની વડોદરા ખાતેથી ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.