Western Times News

Gujarati News

આદિજાતિઓના આરોગ્યની સંભાળ માટે ગુજરાત સહિત ભારતના કુલ ૧૭ રાજ્યોમાં CoCની મંજૂરી 

કેન્દ્ર સરકાર દ્વારા સિકલસેલ એનિમિયા નાબૂદી અભિયાન-૨૦૪૭‘ અંતર્ગત-સુરત ખાતે ગુજરાતના પ્રથમ ‘સેન્ટર ઓફ કોમ્પીટેન્સી-CoC’ને મંજૂરી અપાઈ : ડૉ. કુબેર ડિંડોર

Ø  આધુનિક સારવાર-નિદાનથી સજ્જ CoC માટે ભારત સરકાર દ્વારા રૂ. ૬ કરોડની ફાળવણી

Ø  આ સેન્ટરમાં રોગના દર્દીઓની સંભાળ,સારવાર,શિક્ષણ અને સંશોધન કાર્ય કરાશે

Ø  CoC ખાતે આદિજાતિના ૧૪ જિલ્લાના નોડલ અધિકારી, સિકલસેલ કાઉન્સિલર અને હેલ્થકેર પ્રોફેશનલને તાલીમ અપાશે

Ø  દક્ષિણ ગુજરાતમાં સિકલસેલ અસરગ્રસ્ત વિસ્તાર તથા આદિજાતિ સમુદાયની વસ્તી વધુ હોવાથી ન્યુ સિવિલ હોસ્પિટલ – સુરતની CoC માટે પસંદગી

Ø  ગુજરાતમાં શરૂઆતથી જ સિકલસેલ એનિમિયા ટેસ્ટની વિનામૂલ્ય સુવિધા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે તા. ૦૧ જુલાઈ-૨૦૨૩ના રોજ શાહડોલમધ્યપ્રદેશથી ભારતભરમાંથી સિકલસેલ એનિમિયા નાબૂદી અભિયાનનો શુભારંભ થયો. આ અભિયાન હેઠળ વર્ષ-૨૦૪૭ સુધીમાં સિકલસેલ એનિમિયા નાબૂદી માટે પ્રતિબદ્ધતા નક્કી કરવામાં આવી તે અંતર્ગત સુરત ખાતે ગુજરાતના પ્રથમ સેન્ટર ઓફ કોમ્પીટેન્સી-CoC’ને કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

જેમાં સિકલસેલ એનિમિયાની આધુનિક સારવારનિદાન અને સંપૂર્ણ નાબૂદી માટે ભારત સરકારના આરોગ્ય- પરિવાર કલ્યાણ તેમજ જનજાતિ કાર્ય મંત્રાલય દ્વારા ગુજરાતને રૂ. ૬ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે તેમ આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું.

આદિજાતિ મંત્રી શ્રી ડિંડોરે વધુ વિગતો આપતાં કહ્યું હતું કેગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આદિજાતિઓના સ્વાસ્થ્યની સંભાળ માટે વર્ષ ૨૦૦૫-૦૬થી સિકલસેલ નિયંત્રણ માટે ગુજરાતમાં અનેક પગલાંઓ લીધા તે ઉપરાંત રક્તદાન કેન્દ્ર(VRK), વલસાડ તેમજ બારડોલી ખાતે સિકલસેલ ફાઉન્ડેશન વગેરેના સહયોગથી સિકલસેલ રોગના નિયંત્રણ માટે આશાસ્પદ કામગીરી કરવામાં આવી રહી છે.

સમગ્ર દેશના સિકલસેલ ગ્રસ્ત રાજ્યોમાં રોગના નિયંત્રણ માટે ગુજરાતની કામગીરીની નોંધ લઈને ભારત સરકારે સિકલસેલ એનિમિયા નાબૂદી અભિયાન અંતર્ગત સિકલસેલ એનિમિયા અસરગ્રસ્ત રાજ્યોમાં વિશેષ કાર્યક્રમો અને નિયંત્રણાત્મક પગલાંઓ ભરવા માટેનું આયોજન કર્યું છે. આ રોગના નિયંત્રણ માટે ગુજરાત અન્ય રાજ્યો માટે પથદર્શક સાબિત થયું છે

ત્યારે ગુજરાતમાં ન્યુ સિવિલ હોસ્પિટલસુરત ખાતે સ્થપાનાર સેન્ટર ઓફ કોમ્પીટેન્સી-CoC’ રાજ્યમાં સિકલસેલ એનિમિયા‘ માટે પરિણામલક્ષી કામગીરી કરીને ગુજરાતમાંથી સિકલસેલ નાબૂદ કરવા માટે મહત્વપૂર્ણ સેન્ટર સાબિત થશે. ગુજરાતમાં શરૂઆતથી જ સિકલસેલ એનિમિયા વિનામૂલ્યે ટેસ્ટ કરવામાં આવે છે જેનો ખાનગીમાં અંદાજે રૂ. ૨૦૦ થી ૩૦૦નો ખર્ચ કરવો પડતો હોય છે. આ ઉપરાંત દર્દીઓને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે.

આદિજાતિ સમુદાયમાં જોવા મળતાં સિકલસેલ એનિમિયાની નાબૂદી અભિયાનમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગુજરાત અન્ય રાજ્યો માટે મોડેલ સ્ટેટ‘ તરીકે ઉભરી આવ્યું છેજે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રી શ્રી ડિંડોરે જણાવ્યું હતું કેગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સમન્વયથી સિકલસેલ અંગે જાગૃતિ કાર્યક્રમોનિવારણાત્મક કાર્યક્રમો-અટકાયતી પગલાંઓ અને વિશેષ કરીને આદિજાતિ વિસ્તારોની નવી પેઢીમાં આ રોગનું સંક્રમણ ન થાય તે માટે શાળાઓકોલેજોમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે.

 આદિજાતિ વિકાસ વિભાગઆરોગ્ય વિભાગ એકબીજાના સંકલનથી આ અંગેના આયોજીત કાર્યક્રમોને પરિણામલક્ષી બનાવવા માટે સંવેદનશીલ છે. તે અંગેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં સુરત ખાતે CoC શરૂ કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની સોંપવામાં આવી છે. આ સેન્ટરમાં રોગના દર્દીઓની સંભાળસારવારશિક્ષણ અને સંશોધન કાર્ય પણ કરવામાં આવશે. વધુમાં સેન્ટરમાં સિકલસેલના દર્દીઓ માટે આધુનિક ઉપકરણોથી સજ્જ લેબોરેટરીની સાથે સારવાર માટે ૩૦ પથારીની વ્યવસ્થા તેમજ બે ICU બેડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમમંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ રોગ ખાસ કરીને આદિજાતિ ભાઈ – બહેનોમાં જોવા મળે છે. ગુજરાતના આદિજાતિ વસ્તી ધરાવતા ૧૪ જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ સમુદાયની વધુ વસ્તી અને દર્દીઓની સંખ્યા વધુ હોઈ, CoC માટે ન્યુ સિવિલ હોસ્પિટલ -સુરતની પસંદગી કરવામાં આવી છે.

જે ભારત સરકારગુજરાત સરકારની આદિવાસીઓના આરોગ્ય પ્રત્યેની સંવેદનશીલતા જોવા મળે છે. આ સેન્ટર આવતા નજીકના ભવિષ્યમાં આદિવાસી સમુદાયથી સિકલસેલને નાબૂદ કરવામાં પરિણામલક્ષી કામગીરી કરશે તેવી મને આશા છે. ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આદિજાતિઓના સ્વાસ્થ્યની સંભાળ માટે ગુજરાત સહિત કુલ ૧૭ રાજ્યોમાં CoCની મંજૂરી આપવામાં આવી છે જે આનંદ અને ગૌરવની બાબત છે. આ સેન્ટર અંતર્ગત ગુજરાતમાં આદિજાતિના ૧૪ જિલ્લાના નોડલ અધિકારીસિકલસેલ કાઉન્સિલર અને હેલ્થકેર પ્રોફેશનલને તાલીમ આપવામાં આવશે.

Center of competence-CoCની ભૂમિકા:-

આ સેન્ટર આદિજાતિ નાગરિકોમાં રોગ અંગે વધુ જાગૃતિ અને આરોગ્ય ક્ષમતા નિર્માણનું કાર્ય કરશે. જેમાં પ્રથમ વર્ષેમલ્ટિડિસિપ્લિનરી ટીમ સાથે CoCની સ્થાપનાની સાથે અત્યાધુનિક નિદાન અને સારવારના સાધનોથી સજ્જ કરવામાં આવશે.

સિકલસેલ માટેના પ્રત્યેક દર્દીની નોંધ અને ફોલોઅપની એક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. હેલ્થકેર પ્રોવાઇડર્સ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં તાલીમ કેન્દ્રનું નિર્માણ કરાશે. આવશ્યતા જણાય ત્યાં આદિજાતિ સ્થાનિક બોલીઓમાં તાલીમ અને જાગૃતિ સાહિત્ય તૈયાર કરીને તેનો ઉપયોગ કરવામાં આવશે.

 સિકલસેલ જેવા આનુવાંશિક રોગ બાબતે રોગ નિયંત્રણાત્મક અને સારવાર સંબંધી સરકારની તેમજ ઉચ્ચ પ્રકારની સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે આ અંગે સંશોધન અભ્યાસો કરવામાં આવશે. તે અભ્યાસો આધારે આદિવાસી સમુદાયમાં જાગૃતિનિવારણાત્મક બાબતો તેમજ આદિજાતિ વિસ્તારોના આરોગ્યકર્મીઓને વિશેષ સમજ વિસ્તૃત કરવામાં આવશે. સિકલસેલ જેવા આનુવંશિક રોગથી આદિવાસી સમુદાયને પેઢી દર પેઢી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનું નિવારણ લાવવામાં CoC મહત્વની ભૂમિકા ભજવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.