વિપક્ષ સર્વપક્ષીય બેઠકમાં ટ્રમ્પના દાવા અંગે સરકારને સવાલ કરશેઃ ખડગે

કાલાબુર્ગી (કર્ણાટક), કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે જણાવ્યું હતું કે વિપક્ષ સર્વપક્ષીય બેઠકમાં યુદ્ધવિરામના ટ્રમ્પના દાવા અંગે સરકારને સવાલ કરશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામનો દાવો કરી રહ્યાં છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર તેનો ઇનકાર કરી રહી છે. આ એક સંવેદનશીલ બાબત છે. તેથી સર્વપક્ષીય બેઠકમાં આ મુદ્દે સરકારને સવાલ કરાશે.
રાજ્યસભામાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે તેઓ યુદ્ધવિરામ સહિત ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર તંગદિલી અંગેની તાજેતરની ગતિવિધિઓની ચર્ચા કરવા માટે ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક બોલાવવાનો સરકારને અનુરોધ કરશે.
જો સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવશે તો અમે શું થયું, ટેલિફોન પર શું વાતચીત થઈ તે તમામ બાબતો પૂછીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની મધ્યસ્થીને સ્વીકારી લીધી હોવા અંગેના એક પ્રશ્નના જવાબમાં તેમણ જણાવ્યું હતું કે મારા માટે હવે આ વિશે વાત કરવી યોગ્ય રહેશે નહીં. આજે અમારી પાર્ટીની બેઠક છે. હું તેના માટે જઈ રહ્યો છું. અમે સર્વપક્ષીય બેઠકની માગણી કરીશું.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સવાલ કર્યાે હતો કે શું સરકાર કારગિલ સમીક્ષા સમિતિની જેમ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરશે? કારગિલ યુદ્ધ સમાપ્ત થયાના ત્રણ દિવસ પછી વાજપેયી સરકારે કારગિલ સમીક્ષા સમિતિની રચના કરી હતી અને તેનો અહેવાલ સંસદમાં મુકવામાં આવ્યો હતો. શું મોદી સરકાર પણ આવી કવાયત કરશે.SS1MS