Western Times News

Gujarati News

ડુપ્લિકેટ વોટર કાર્ડ નંબરની સમસ્યાનો અંતઃ ચૂંટણી પંચ

નવી દિલ્હી, એકસમાન નંબરો ધરાવતા વોટર આઇકાર્ડની દાયકાઓથી જૂની સમસ્યાનો અંત આવ્યો છે અને આવા કાર્ડ ધરાવતા લોકોને નવા નંબરોવાળા વોટર કાર્ડ અપાયા છે. આવા ડુપ્લિકેટ વોટર ફોટો આઇકાર્ડની સંખ્યા ઘણી જ ઓછી હતી.

સરેરાશ ધોરણે ચાર મતદાન મથકોમાં એક ડુપ્લિકેટ વોટર કાર્ડ નંબર હતાં.ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે ફિલ્ડ વેરિફેકશન દરમિયાન બહાર આવ્યું હતું કે એકસમાન ઈપીઆઈસી નંબરો ધરાવતા લોકો વિવિધ વિધાનસભા બેઠકો અને વિવિધ મતદાન મથકોમાં સાચા મતદાતા હતાં. દરેક મતદારનું નામ મતદાન મથકની મતદાર યાદીમાં હોય છે.

સમાન નંબરનો ઈપીઆઈસી હોવાને કારણે આવી કોઈ વ્યક્તિ ક્યારેય અન્ય કોઈ મતદાન મથક પર મતદાન કરી શકતા નથી. તેથી ડુપ્લિકેટ ઈપીઆઈસીને કારણે ચૂંટણીના પરિણામોને અસર થઈ શકે નહીં.

ટીએમસી સહિતના વિરોધ પક્ષોએ મતદાર યાદીમાં છેડછાડના આક્ષેપ કર્યા તે પછી માર્ચમાં ચૂંટણીપંચે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં દાયકાઓથી ચાલતી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

આ લાંબા સમયથી પડતર આ સમસ્યાના ઉકેલ માટે તમામ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને દેશભરના તમામ ૪,૧૨૩ વિધાનસભા મતવિસ્તારોના ચૂંટણી નોંધણી અધિકારીઓએ ૯૯ કરોડથી વધુ મતદારોના સમગ્ર વોટર ડેટાબેઝની તપાસ કરી હતી.

સરેરાશ ધોરણે દરેક મતદાન મથક પર આશરે ૧,૦૦૦ મતદારો હોય છે. આ સમસ્યાનું મૂળ છેક ૨૦૦૫માં રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી વ્યવસ્થામાં હતું. તે સમયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિધાનસભા બેઠક મુજબ વિવિધ આલ્ફાન્યૂમેરિક સિરિઝનો ઉપયોગ કરતાં હતાં. આ અંગે ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે ચૂંટણીપંચ સત્તાવાર રીતે નિવેદન આપશે ત્યારે અમે પ્રતિક્રિયા આપીશું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.