ધોળકા સેવા સદન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

‘મિશન સિંદૂર – એક રક્તદાન દેશ કે નામ‘ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
‘મિશન સિંદૂર – એક રક્તદાન દેશ કે નામ‘ અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ધોળકા સેવા સદન ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધોળકાના નાગરિકો, રેશનીંગ દુકાનદારો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, કાઉન્સિલરો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધોળકા પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોશી, ધોળકા મામલતદાર શ્રી સિદ્ધાર્થ ત્રિવેદી, ધોળકા નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા, ધોળકા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. શ્રી રાકેશ મહેતા હાજર રહ્યા હતા.