Western Times News

Gujarati News

US વાણિજ્ય સચિવ સ્ટીવ લુટનિક સાથે મુકેશ અંબાણીએ શું વાતચીત કરી?

મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પે કતારમાં મુલાકાત કરી

(એજન્સી)કતાર, કતારે ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં એક ભવ્ય રાત્રિભોજનનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ રાત્રિભોજન કતારના લુસૈલ પેલેસમાં યોજાયું હતું, જ્યાં યુએસ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાની મહેમાનોને મળ્યા હતા. મુકેશ અંબાણીએ ટ્રમ્પ અને આમિર બંને સાથે ઉષ્માભર્યા હાથ મિલાવ્યા અને થોડીવાર તેમની સાથે વાત પણ કરી. આ પછી તે અંદર ગયા હતા, જ્યાં તે હસતા અને યુએસ વાણિજ્ય સચિવ સ્ટીવ લુટનિક સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક પણ આ સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી, પરંતુ તેઓ લગભગ ૩૦ મિનિટ મોડા પહોંચ્યા હતા. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, મસ્કે પણ “ચેટ એન્ડ કટ” એટલે કે વાતચીતના બહાને લાઈન કાપી નાખવાની યુક્તિ અપનાવી અને સીધા ટ્રમ્પને મળવા ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.