ગરબાડા તાલુકાના ગાંગરડીથી સુરત સુધીની એસ.ટી.બસની સેવા શરૂ કરાઈ

(માહિતી) દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ ગાંગરડી ગામ વસ્તી ધરાવતું ગામ છે. વાર – તહેવારે અહીંના લોકો કમાણી કરવા અર્થે સુરત, ભરૂચ, વડોદરા જેવા શહેરોમાં જવા સ્થળાંતર કરતા હોય છે.
જેથી ગરબાડા તાલુકાનું આંતરિયાળ ગામ ગાંગરડીથી દાહોદ શહેર તરફ અવર – જવર કરવા માટે તેમજ સુરત જવા માટે મુશકેલી પડતી હતી. ખાનગી વાહન થકી જવા – આવવામાં ઘણો ભાડા સાથે સમય વેડફાઇ જતો હતો. પરતું હવે વહીવટી તંત્ર, બસ નિગમ દ્વારા ગાંગરડીથી સુરત સુધીની નવી એસ. ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે .
જેથી લોકોને અવર-જવર કરવામાં સરળતા રહેશે. તથા તે રસ્તા પર આવતા ગામોના મુશાફરોને લાભ મળશે. જેમકે ગાંગરડીથી ૩ કિ.મી પર મધ્યપ્રદેશની હદ જોડાયેલી છે સાથે ધાનપુર તાલુકાના ગામડાઓને પણ એસટી. બસ સેવાનો લાભ મળશે જેથી ગામના આગેવાનો વડીલો મુસાફરોમાં આનંદની લાગણી છવાઇ છે.