શું તમે જાણો છો વાહન માટે કેટલા લિટર સુધી ડિઝલનો સંગ્રહ કરી શકાય?

ચાણસ્માથી મોઢેરા જવાના માર્ગ પર ગેરકાયદેસર સંગ્રહ કરેલ ર૧પ લીટર ડિઝલ ઝડપાયું
પાટણ, પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીના મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે એસઓજી, પીઆઈજે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમના માણસો ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ચાણસ્માથી મોઢેરા જવાના હાઈવે ઉપર ત્રણ રસ્તા નજીક નીલકંઠ ઢાબા (હોટેલ) ઉપર રાત્રીના રોકાતી ટ્રકોમાંથી છળ-કપટથી અલગ-અલગ ગાડીઓમાંથી ડીઝલ લઈને પ્લાસ્ટીકના કેરબામાં ભેગુ કરી આજુબાજુના ગામના માણસોને વેચાણે આપે છે અને હાલમાં આ નીલકંઠ ઢાબા (હોટેલ) ઉપર રસોડાના પાછળના ભાગે ખુલ્લામાં ડીઝલ ભરેલ કેરબાઓ સંતાડી રાખેલ છે.
જે હકીકત આધારે જગ્યાએ ટીમે રેડ કરતાં દુકાનમાં તપાસ કરતા પ્લાસ્ટીકની નળી, ડીઝલ ગાળવા માટેનુ નાળચુ તથા કુલ કેરબા નંગ-૧૧મા ભરેલ ર૧પ લીટર ડીઝલ ભરેલ જેની કિ. રૂ.૧૯૩પ૦/-નો મુદ્દામાલ સાથે કમલેશકુમાર નરોત્તમભાઈ (રહે. ચાણસ્મા, રૂપાણીપુરા, તા.ચાણસ્મા, જિ. પાટણ)ની અટકાયત કરી બી.એન.એસ. કલમ મુજબ કાર્યવાહી કરવા ચાણસ્મા પો.સ્ટે. સુપ્રત કરેલ હોવાનું જાણવા મળ્યું છે.