Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રીનું સન્માન કરવા આવેલા અમદાવાદ શહેર પ્રમુખ અને ટીમનું સન્માન અમિતભાઈએ કર્યું

પાકિસ્તાનમાં આતંકી પ્રવૃતિ બંધ નહીં થાય તો સિંધુ નદીનું એક ટીંપુ પાણી નહીં મળેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીની અમદાવાદને વિકાસકાર્યોની ભેટ, ૧૫૯૩ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

અમદાવાદ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. બે દિવસમાં તેમણે વિકાસ પ્રોજેક્ટોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યાં છે. આજે તેમણે સાણંદ ખાતે તિરંગા યાત્રામાં ભાગ પણ લીધો હતો. ત્યાર બાદ તેમણે અમદાવાદ મહાનગર પાલિકાના ૯૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સન્માન કરવા આવેલા કર્ણાવતી શહેર પ્રમુખ અને ટીમ આવી હતી. પરંતુ અમિતભાઈ શાહે અમદાવાદ શહેર પ્રમુખ શ્રી પ્રેરક શાહનું સન્માન કરીને પાર્ટીના આ સંસ્કારનું દર્શન કરાવ્યું.

અમિત શાહે શહેરમાં ૧૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા પલ્લવ બ્રિજને ખુલ્લો મુક્યો હતો. તેમણે અમદાવાદમાં ૧૬૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, હું પલ્લવ બ્રિજને જોઈને ગદગદ થઈ ગયો છું. અહીંથી દોઢ લાખ વાહનો વિના ટ્રાફિકે પસાર થશે. આ માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું.

તેમણે ઉમેર્યું હતું કે, પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું. ભારતે પાકિસ્તાનના ૯ સ્થળો પર આતંકવાદી છાવણીઓ નષ્ટ કરી નાંખી છે. ઓપરેશન સિંદૂર હેઠળ મિસાઇલો ત્રાટકી હતી અને આતંકવાદીઓ ખતમ થયા અને પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે. ૧૦૦ કિલોમીટર અંદર જઈ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશના સંબોધન વખતે સ્પષ્ટ કહ્યું હતું કે, સિંધુ નદી અને લોહી એક સાથે ના વહી શકે. જો આતંકવાદ બંધ નહીં થાય તો સિંધુ નદીના પાણીમાંથી એક પણ ટીપું પાણી તેમને મળશે નહીં. વ્યાપાર અને ટેરેરિઝમ એક સાથે નહીં ચાલે. અમે તો વાતચીત કરવા તૈયાર છીએ પણ તેમાં પીઓકે પાછુ લેવા અને આતંકવાદનો ખાતમો કરવાની જ ચર્ચા થશે.

કેન્દ્રિય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, દેશની સીમા પર આપણી તાકાત બતાવી છે. વડાપ્રધાન મોદીએ દેશને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. સરકાર જનતાને કનડગત ના થાય તે માટે વિકાસ કાર્યો કરે છે. પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું હતું કે, દોઢ લાખ વાહન ચાલકોને આ બ્રિજથી લાભ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, થોડા દિવસમાં વરસાદ આવવાનો છે. ગ્રીન ગાંધીનગર મિશન હેઠળ વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવ્યું છે. બધા યુવાનોને અપીલ કરવા આવ્યો છું. રાજ્યમાં આજે ત્રણ લોકસભા વિસ્તારમાં ૧૬૦૦ કરોડના વિકાસ કાર્યોના એક સાથે લોકાર્પણ અને ખાત મુહૂર્ત થયાં છે.

અમિત શાહે કહ્યું કે, ‘આજે હું તમારા પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી અને મેયરનો આભાર માનવા આવ્યો છું. ત્રણ લોકસભા વિસ્તારમાં ૧૬૦૦ કરોડનું વિકાસ કાર્યો થયા છે. જેનું એક સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. પલ્લવ બ્રિજ જોઈને ગદગદ થઈ ગયો છું, જેનાથી ૧.૫ લાખ વાહનો સિગ્નલ ટ્રાફિક વિના નીકળી શકશે’

વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાનના ૯ સ્થળો પર આતંકવાદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા છે. દેશની મહિલાઓની માથા પરથી સિંદૂર દૂર કરવાવાળા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ ખતમ થયા અને પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે. ૧૦૦ કિલોમીટર અંદર જઈ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.

તેમણે કહ્યું હતું કે,’નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ દરેક ક્ષેત્રમાં નંબર ૧ હોય તેનું બીડું ઝડપ્યું છે. પાકિસ્તાનના હવાઈ અડ્ડા પર આપણી બ્રહ્મોસ મિસાઇલ ત્રાટકી અને આતંકવાદી મસૂદ અઝર સહિતના આતંકવાદીઓના અડ્ડાઓનો ખાત્મો કર્યો છે. જ્યાં સુધી દેશમાં પોતાની સીમાઓને સુરક્ષિત રાખવાનું છે જેના ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરે લખાશે. હું ગાંધીનગર લોકસભા વતી વડાપ્રધાન અને સેનાના જવાનોને અભિનંદન આપું છું’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.