અ.મ્યુ.કો.ના આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની ઉજવણી

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે NP-NCD પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. બીન ચેપી રોગો માટે 30 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓની ભારત સરકાર ધ્વારા અમલીકૃત પ્રોગ્રામ અનુસરી CBAC ફોર્મ, સ્ક્રીનિંગ, રેફરલ, પરીક્ષણ, તબીબી તપાસ, નિદાન, સારવાર તેમજ ફોલોઅપની કામગીરી કરવામાં આવે છે
ત્યારબાદ તે કામગીરીનું ઓનલાઇન NP-NCD વેબ પોર્ટલમાં નોંધણી કરવામાં આવે છે. આ પ્રોગ્રામને અનુસરી ૧૭ મે ૨૦૨૫ના રોજ વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર થતા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે વિવિધ પ્રવૃત્તિ આયોજન કરવામાં થયું હતું.
૧૭ મે ૨૦૨૫ના વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સરદાર પટેલ ભવન દાણાપીઠ, આરોગ્ય ભવન અને તમામ ઝોનલ ઓફીસમાં એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પ આયોજન કરવામાં હતું .આ ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે વિવિધ પ્રવૃતિનું આયોજન કરવામાં આવેલ આવ્યું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ઓફીસ અને આરોગ્ય ભવન ખાતે સ્ક્રીનીંગ કેમ્પ દ્વારા અંદાજીત ૪૭૦થી વધુ નાગરિકોનું બિનચેપી રોગો અંતર્ગત સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
વિવિધ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા અંદાજીત ૨૫૦૦થી વધુ નાગરિકોનું બિનચેપી રોગો અંતર્ગત સ્ક્રીનીંગ કર્યા હતા . તદુપરાંત, યોગા સેશનનું આયોજન થયો હતો. જેમાં, ૧૨૦૦થી વધુ નાગરિકોએ ભાગ લીધેલ. વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિતે હેલ્થ-ટોક સેશન તથા હાઇપરટેન્શન જાગૃતતા રેલી દ્વારા નાગરિકોને હાઇપરટેન્શન રોગ તેમજ તેની અટકાયત વિષે આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવ્યુ હતુ.