અમદાવાદમાં આંશિક વાદળછાયુ વાતાવરણ
ગુજરાતમાં ઠંડીનો ચમકારો ફરી વખત અનુભવ થઇ શકે- નલિયા અને અમરેલીમાં ઠંડીનો તીવ્ર ચમકારો
અમદાવાદ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા તથા ર્દિલ્હી અને એનસીઆરના જુદા જુદા ભાગોમાં આજે પડેલા વરસાદના પરિણામ સ્વરુપે ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જાવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ આંશિક વાદળછાયુ વાતાવરણ જાવા મળ્યું હતું જે આવતીકાલે યથાવત રહે તેવી શક્યતા છે. આજે મોટાભાગે ઓછી ઠંડીનો અનુભવ થયો હતો અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ વધારો થશે નહીં પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઘટશે જેથી ફરીવાર ઠંડીનો ચમકારો અનુભવાશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં હળવો વરસાદ થયો છે.
આજે અમદાવાદ શહેરમાં પારો ૧૭.૨ ડિગ્રી રહ્યો હતો જેથી લોકોએ ઠંડીથી રાહત અનુભવી હતી. જા કે, સવારમાં ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. વહેલી સવારે કામ ઉપર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ઠંડીના પરિણઆમ સ્વરુપે લોકો ગરમ વ†ોમાં સજ્જ થઇ ગયા છે. સવારમાં અને મોડી સાંજે ઠંડીના ચમકારા વચ્ચે બપોરના ગાળામાં લોકોને આંશિક રાહત મળી રહી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૨થી ૧૭ વચ્ચે રહ્યો હતો.
નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૩.૨ ડિગ્રી રહ્યું હતું જ્યારે અમરેલીમાં પારો ૧૨.૮ રહ્યો હતો. દિલ્હી અને એનસીઆરમાં આજે સતત બીજા દિવસે વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જાવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં.
ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉત્તર ભારતની સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ કોલ્ડવેવ રહેશે નહીં પરંતુ આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થઇ શકે છે.