ટીપ્પણી બદલ અશોકા યુનિ.ના પ્રોફેસરની ધરપકડ

સોનીપત, ઓપરેશન સિંદૂર અંગે સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરવા બદલ હરિયાણાની અશોકા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમુદાબાદની દિલ્હીથી રવિવારે ધરપકડ કરાઈ હતી.
અલી ખાન સામે દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાને જોખમમાં મૂકવા સહિતના કડક આરોપો હેઠળ બે એફઆઈઆર દાખલ કરાઈ છે.હરિયાણા રાજ્ય મહિલા પંચના અધ્યક્ષ રેણુ ભાટિયાની ફરિયાદ તથા ગામના સરપંચની ફરિયાદના આધારે બે એફઆઇઆર દાખલ કરાઈ છે.
મહિલા પંચની ફરિયાદના આધારે અલી ખાનના પોલીસ રિમાન્ડ લેવામાં આવશે. સોશિયલ મીડિયામાં પોસ્ટમાં એસોસિયેટ પ્રોફેસરે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કરેલા મીડિયા બ્રીફિંગને પાખંડ ગણાવીને જણાવ્યું હતું કે આ પાખંડ જમીન પર વાસ્તવિકતામાં પરિણમવો જોઈએ, નહીં તો તે માત્ર દંભ છે.
અલી ખાનની ધરપકડને સીપીઆઈ (એમ), એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસી અને તૃણમૂલ કોંગ્રેસે નિંદા કરી હતી. સીપીઆઈ (એમ)એ જણાવ્યું હતું કે વિજય શાહ (મધ્યપ્રદેશના મંત્રી) જેવા નફરત ફેલાવનારાઓ ખુલ્લેઆમ ફરે છે, જ્યારે મોદીના ભારતમાં ન્યાય અને શાંતિનો આહ્વાન કરનારાઓને નિશાન બનાવવામાં આવે છે. ટીએમસી નેતા મોહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે તેઓ ધરપકડ સામે કોર્ટમાં જશે.SS1MS