સોલાપુરમાં કાપડની મિલમાં ભીષણ આગ, આઠનાં મોત

મુંબઇ, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જેમાં ત્રણ મહિલા સહિત આઠ લોકોના મોત થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર સોલાપુર એમઆઈડીસીમાં અક્કલકોટ રોડ પર આવેલી સેન્ટ્રલ ટેક્સટાઇલ મિલ્સમાં સવારે લગભગ ૩-૪૫ કલાકે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.
મૃતકોમાં ફેક્ટરીના માલિક હાજી ઉસ્માન હસનભાઈ મંસૂરી, તેમનો દોઢ વર્ષના પૌત્ર સહિત તેમના પરિવારના ત્રણ સભ્યો અને ચાર કર્મચારી સામેલ છે. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. ભીષણ આગની જ્વાળાઓ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડના કર્મીઓએ પાંચથી છ કલાક પાણી છાંટવું પડ્યું હતું.SS1MS