હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન ઘડી રહેલા ISISના બે સંદિગ્ધની ધરપકડ

હૈદરાબાદ, તેલંગાણા પોલીસે આંધ્રપ્રદેશની પોલીસ સાથે મળી એક મોટી આતંકવાદી ગતિવિધિનો પર્દાફાશ કર્યાે છે. હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
પોલીસે આ મામલે આઈએસઆઈએસ સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ પણ કરી છે. જેમની પાસેથી વિસ્ફોટક પણ જપ્ત કર્યાે છે.
આંધ્રપ્રદેશ અને તેલંગાણાના આ સંયુક્ત ઓપરેશમાં વિજયનગરમમાંથી સિરાજ અને હૈદરાબાદમાંથી સમીરની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કથિત રૂપે હૈદરાબાદમાં ડમી બ્લાસ્ટની યોજના બનાવી રહ્યા હતાં. સિરાજે વિજયનગરમમાંથી વિસ્ફોટક સામગ્રી મેળવી હતી. બંનેને સાઉદી અરેબિયામાં આઈએસઆઈએસના મોડ્યુલથી નિર્દેશ મળ્યા હતાં. ત્યાંથી હૈદરાબાદમાં હુમલા માટે નિર્દેશ મળી રહ્યાં હતાં.
પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે વધુ લોકો જોડાયેલા હોવાની આશંકા છે. તેલંગાણા કાઉન્ટર ઈન્ટેલિજન્સ અને આંધ્રપ્રદેશની ઈન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશનમાં આ મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસ અને સુરક્ષાદળો દેશમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી સંદિગ્ધોની ધરપકડ કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
હાલમાં જ હરિયાણામાંથી બે યુટ્યુબર્સની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાના હિસારની પ્રખ્યાત યુટ્યુબર જ્યોતિ મલ્હાત્રાની ધરપકડ કરી છે. આ મામલે કેન્દ્રીય ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો અને પુરી પોલીસના સંયુક્ત પ્રયાસોથી અન્ય એક યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પૂછપરછ હાથ ધરાઈ છે.SS1MS