Western Times News

Gujarati News

હૈદરાબાદની ટીમને મોટો ઝટકો, સ્ટાર બેટરને થયો કોરોના

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ માં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદનો લખનઉ સુપર જાયન્ટ્‌સ સાથે મુકાબલો છે. પરંતુ આ પહેલા પણ હૈદરાબાદને મોટો ઝટકો લાગ્યો છે.

કારણ કે તેના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ કોવિડ-૧૯ પોઝિટિવ હોવાની જાણકારી સનરાઇઝર્સ હૈદરાબાદના હેડ કોચ ડેનિયલ વેટોરીએ આપી હતી. તેના કારણે ટ્રેવિસ હેડ આ મહત્ત્વપૂર્ણ મેચમાં ભાગ લઈ શકશે નહીં. ટ્રેવિસ હેડ કોરોનાથી સંક્રમિત થયા બાદ ભારત પહોંચી શક્યો નથી. હૈદરાબાદના કોચ ડેનિયલ વેટોરીએ કહ્યું, ‘ટ્રેવિસ હેડ કોરોના પોઝિટિવ થયો છે, જેના કારણે તે ભારત આવી શક્યો નથી.

અમને આશા છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે અને આગામી મેચ માટે ટીમમાં જોડાશે.’રવિવારે રમાયેલી બીજી મેચમાં ગુજરાતે દિલ્હી કેપિટલ્સને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. તેની સાથે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની પ્લેઓફ ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે.

હવે ફક્ત એક જ ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે, આ માટે ૩ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્‌સ વચ્ચે મુકાબલો છે. લખનઉને પ્લેઓફમાં પહોંચવા માટે તેમની ત્રણેય મેચ જીતવાની જરૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.