સલમાન અપૂર્વ લાખિયાની આગામી ફિલ્મમાં આર્મી ઓફિસર બનશે

મુંબઈ, સલમાનખાન છેલ્લા ત્રણ મહિનાથી સંખ્યાબંધ ફિલ્મમેકર્સ સાથે તેની આગામી ફિલ્મ માટે વાટાઘાટો કરી રહ્યો છે. અલી અબ્બાસ ઝફર, રાજ શાંડિલ્ય અને સિદ્ધાર્થ આનંદ જેવા ફિલ્મમેકર્સ વિવિધ પટકથાઓ ભાઇને સંભળાવી રહ્યા હતા. પણ સલમાનખાને તેની આગામી ફિલ્મ માટે અપૂર્વ લાખિયાની પટકથા પર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળ્યું છે.
૨૦૨૦માં ગલવાનખીણમાં ભારત-ચીન મડાગાંઠની પશ્ચાદભૂમાં લખાયેલી નવલકથા ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ થ્રી પર આધારિત આ ફિલ્મમાં સલમાનખાન લશ્કરી અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. સલમાનખાનની સાથે ત્રણ યુવાન એક્ટર્સ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આદિત્ય લાખિયા અને સલમાનખાન જુલાઇ ૨૦૨૫થી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે.
લદ્દાખ અને મુંબઇમાં સળંગ ૭૦ દિવસ આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ફિલ્મમાં માત્ર બે દિવસના સમયગાળાની જ કથા રજૂ કરવામાં આવશે.
ફિલ્મ અસલી લોકેશન્સ પર અને મુંબઇમાં વિરાટ સેટ પર ફિલ્માવવામાં આવશે.સલમાનખાન ઓક્ટોબર સુધીમાં આ ફિલ્મ પુરી કરી એ પછી નવેમ્બરથી કબીરખાનની આગામી ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરશે તેમ મનાય છે. પણ આ ફિલ્મ બજરંગી ભાઇજાનની સિક્વલ નથી તેમ કબીરખાને ભારપૂર્વક જણાવ્યું હતું.SS1MS