Western Times News

Gujarati News

જમીનમાં ખાડો ખોદીને ઠંડી બિયર વેચવા બનાવ્યું હતું ફ્રિઝર

વડોદરામાં ઠંડી બિયર વેચવાનું કારસ્તાન ઝડપાયું-પોલીસે રૂ.પ૮ હજારથી વધુના મુદ્દામાલ સાથે અજય ઉધરેજીયાની ધરપકડ કરી

વડોદરા, બુટલેગરો પોલીસથી બચવા નીતનવા કીમિયા અપનાવતા રહે છે. ત્યારે વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરે નવો કીમિયો અપનાવ્યો છે. બુટલેગરે જમીનમાં ખાડો ખોદીને પીપળાનું સ્ટોરેજ અને ફ્રિઝર બનાવ્યું છે. જ્યાં અંડરગ્રાઉન્ડ પીપડામાં બરફ નાંખી ઠંડી બિયર વેચવાનું કારસ્તાન ઝડપાયું, સ્થાનિક પોલીસે પ૮,૦૦૦થી વધુના મુદ્દામાલ સાથે અજય નામના બુટલેગરની ધરપકડ કરી છે. જ્યારે એક મહિલા બુટલેગર ફરાર છે.

પીસીબીએ બાતમીના આધારે સયાજીપુરા વુડાના મકાનમાં રેડ પાડતા આ મોટું કારસ્તાન સામે આવ્યું હતું. પોલીસે પ૮ હજારના મુદ્દામાલ સાથે બુટલેગર અજય ઉધરેજીયાની ધરપકડ કરી લીધી છે. સયાજીપુરામાં વિદેશી દારૂનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.

પોલીસે દારૂની ર૪૦થી વધારે બોટલ કબજે કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સયાજીપુરા પાણીની ટાંકી પાસે મહાશક્તિ વુડાના મકાનમાં રહેતો અજય ભરતભાઈ ઉધરેજીયા પોતાના ઘરના બાજુના બ્લોકમાં રહેતી દાદીના ઘરે વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબીને મળી હતી જે મુજબ પોલીસની ટીમે ત્યાં જઈને સ્થળ પર રેડ કરી હતી.

પોલીસે અજયને ઝડપી પાડયો હતો. તેના મકાનમાં તેમજ અવાવરું જગ્યાએ ખાડો ખોદીને પીપડું ઉતારી તેમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે દારૂની ર૪૧ બોટલ કિંમત રૂપિયા પ૩,૩પ૦ની કબજે કરી હતી જ્યારે આજવા રોડની રહેવાસી મીનાબેન જીતેશભાઈ ગોદડિયા ત્યાંથી ફરાર થઈ ગઈ છે. પોલીસે આ મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.