Western Times News

Gujarati News

સોનીની આંખોમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ અપાયો

વાગરા બજાર વિસ્તારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનીની દુકાનમાં લૂંટનો બનાવ

(પ્રતિનિધિ)ભરૂચ, વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો.જેમાં અજાણ્યા ઈસમે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટી સોનાના દાગીના ઉઠાવી લૂંટારું ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથધરી હતી.

સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ સોમવારના બપોરના લગભગ ૧ઃ૧૩ વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઈસમ આવ્યો હતો. જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલ સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો.

અંદાજીત ૪.૫ લાખનો મુદ્દામાલ લૂંટારું ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે.ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે.ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ મથકના ઁ.ૈં એસ.ડી ફુલતરિયા સહિત ભરૂચ ન્ઝ્રમ્, જંબુસર ડિવિઝનના ડ્ઢરૂજીઁ સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા. અને સ્થળ તપાસ કરી લૂંટારુંને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટનાના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ પણ સામે છે. જેમાં જણાય આવે છે , કે એક બ્લ્યુ શર્ટ, લાલ કેપ, અને મોઢા ઉપર બુકાની ધારણ કરી ગ્રાહક બનીને આવેલ એક ઈસમ સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે અને સોનાના દાગીના જોવા લાગે છે. ત્યાર બાદ તે કાઉન્ટર ઉપર પડેલ દાગીના પોતાના હાથમાં લે છે.

ત્યાર બાદ ખિસ્સા માંથી મરચાનો પાવડર કાઢે છે અને સોનીના મોઢા ઉપર મરચા પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભાગે છે.જોકે સોની પર તરતજ તેની પાછળ ડોટ મૂકે છે.પરંતુ ત્યા સુધી તો તે અજાણ્યો ઈસમ રફુચક્કર થઈ જાય છે.સોનીની આંખોમાં બળતરા થવા લાગવાને કારણે તે તેનો પીછો કરવામાં નિષ્ફળ નીવડે છે.લૂંટારું પટેલ ખડકી વિસ્તારમાં થઈને ભાગ્યો હોઈ તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

કારણ કે જે લૂંટારું ઈસમ સોનીની દુકાનના CCTV માં નજરે પડે છે.તેવોજ પહેરવેશ ધારણ કરેલ એક ઈસમ જુમ્મા મસ્જિદના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં પણ નજરે પડે છે.જોકે પોલીસે નાકાબંધી કરી જરૂરી તમામ વિસ્તારના ફૂટેજ ચકાસી રહી છે. ઘટનાની જાણ થતાંજ જંબુસર ડિવિઝનના ડ્ઢરૂજીઁ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા.

લૂંટારુંને ઝડપી પડવાની દિશામાં તપાસને વધુ વેગ આપી રહ્યા છે.વાગરામાં બનેલ લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ઉદ્દભવ્યો છે.કારણ કે લગભગ વાગરામાં આવો પ્રથમ બનાવ બન્યો હશે. કે સતત લોકોની અવરજવરથી ધમધમટા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.