ગુજરાતનાં નવાં બનેલાં ૬ રેલવે સ્ટેશન PM મોદી ગુરુવારે ખુલ્લાં મુકશે

વીડીયો કોન્ફરન્સીંગ મારફતે રર મે એ સુવિધાયુકત સ્ટેશનોનું ઉદ્ઘાટન થશે
રાજકોટ, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડીવીઝનના કુલ ૧૭ સ્ટેશનનો પુનવિકાસ થઈ રહયો છે. આ પૈકી હાલમાં કુલ ૬ સ્ટેશનની પુર્નવિકાસની કામગીરી પુર્ણ થઈ ગઈ છે.
જેમાં ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી, હાપા અને મોરબીનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોનું વીડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રર મેના રોજ સવારે ૯.૩૦ વાગે લોકાર્પણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને અનુભવને વધારવા માટે અનેકવીધ આધુનીક સુવિધાઓ ઉમેરી અને હાલની માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવી છે.
હાપા રેલવે સ્ટેશન જામનગરમાં આવેલું છે. અને કેટલીક એકસપ્રેસ પેસેન્જર ટ્રેન હાપા ખાતે ઉપડે છે. અને સમાપ્ત થાય છે. સૌરાષ્ટ્ર એકસપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ અને કેટલીક અન્ય ટ્રેનો પણ હાપા અને કેટલીક ટ્રેનો પણ હાપા ખાતે રોકાય છે.
હાપા રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ.૧ર.૭૯ કરોડના મંજુર બજેટ સાથે પુનર્જીવીત કરવામાં આવ્યું છે. આ સ્ટેશન પર પ્લેટફોર્મ સપાટીએ સુધારો, નવા કવર શેડ, દીવ્યાંંગજન માટે સુવિધાઓ નવા એસી અને જનરલ વેઈટીગ હોલ નવા ટોઈલેટ બ્લોક પાર્કીગ વિસ્તારનો વિકાસ કરાયો છે.
જામવંથલી સ્ટેશન જામનગરથી ૩૧ કિમી દુર છે. પેસેન્જર અને સુપરફાસ્ટ ટ્રેન અહી રોકાય છે. જામવંથલી રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ.૩.૦૪ કરોડના મંજુર બજેટ સાથે પુનવિકાસ કરવામાં આવ્યું છે.