અંબાજીમાં ગણેશ મન્દિરમાં મહાઆરતીનું આયોજન
શ્રી ગણેશ જયંતિ નો પાવન અવસર એ અંબાજી માં આવેલ ગણેશ મન્દિર માં ભવ્ય અને દિવ્ય એવી દીપ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું.
551 દીવાઓ થકી ગણેશ મન્દિર ઝળહળાટ કરી ઉઠ્યું હતું.ગણેશ મન્દિર ના મહંત શ્રી રામદાસજી ના જણાવ્યા અનુસાર સમાધિ માં ગયેલ મહાદેવ ના કારણે એકલતા અનુભવતા પાર્વતીજી એ પોતાના શરીર ના મેલ થી ગણેશજી ની મૂર્તિ બનાવી તેમાં પ્રાણ અર્પયાં હતા તેવી આ ગણેશ જયંતિ એ અંગરક યોગ અને મંગળવાર નો સુયોગ રચાયો છે.
કોટેશ્વર ધામના શ્રી મહંત વિશ્વંભરદાસજી મહારાજ એ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. બહોળી સંખ્યા માં હાજર ભાવિક ભક્તો એ દીપક સાથે ગણેશજી ની આરતી નો લાભ લીધો હતો.ઉલ્લેખનીય છે કે ગણેશ મન્દિર માં ગૌ શાળા છે જેમાં ગૌ માતા ની સેવા કરવામાં આવે છે .આશ્રમ માં બાર વર્ષ થઈ અખંડ ધુણા ના દર્શન થાય છે . સુનિલબ્રહ્મભટ્ટ બકુલેશ ભાઈ ,અનિલ ભાઈ સહિત ભક્ત મન્ડલી એ ખૂબ જ સરસ સેવા પૂરી પાડી હતી