Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં એક કરોડ લોકો પર ભૂખમરાનો ખતરો: યુએન રિપોર્ટ

નવી દિલ્હી, પાકિસ્તાન કેટલાય વર્ષાેથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. એવામાં હવે એક નવી મુશ્કલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં લાખો લોકો પર ભૂખમરાનું સંકટ આવી ગયું છે. આ ખુલાસો સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં થયો છે.

સંયુક્ત રાષ્ટ્રના તાજેતરમાં પ્રગટ થયેલાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં લગભગ ૧.૧ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.આ રિપોર્ટ મુજબ કેટલાય વિસ્તારોમાં અનાજની ભારે અછત છે અને લોકો દુષ્કાળ જેવી કટોકટીની સ્થિતિથી ફક્ત એક ડગલું દૂર ઊભા છે.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન(એફએઓ)એ ગત શુક્રવારે પોતાની ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ ૨૦૨૫ પ્રગટ કરી છે. રિપોર્ટમાં પાકિસ્તાનમાં ખાદ્ય અસુરક્ષાને લઈને ભયાનક તસવીર રજૂ કરવામાં આવી છે.

આ રિપોર્ટ પ્રમાણે બલૂચિસ્તાન, સિંધ અને ખૈબર પખ્તૂનખ્વા જેવા સંઘર્ષ પ્રભાવિત અને ગરીબ ક્ષેત્રોમાં સ્થિત વધુ દયનીય છે. રિપોર્ટ પ્રમાણે ૧.૧ કરોડ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે, જેમાં લગભગ ૧૭ લાખ લોકો એવા છે જેને એફએઓ કટોકટીની સ્થિતિ તરીકે દેખે છે, એટલે કે દુષ્કાળથી ફક્ત એક પગલું દૂર છે.

આ પહેલા નવેમ્બર ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ની વચ્ચે ૧.૧૮ કરોડ લોકો તીવ્ર ખાદ્ય અસુરક્ષાનો સામો કરી રહ્યા હતા. ત્યારે પણ ૨૨ લાખ લોકો કટોકટીની શ્રેણીમાં હતા.

આ સાથે જ સિંધ અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓમાં પણ તીવ્ર કુપોષણ જોવા મળ્યું છે. તેના પરિણામ સ્વરુપ મોટી સંખ્યામાં બાળકોનો જન્મ ઓછા વજન સાથે થયો, જે તેમના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે ગંભીર ખતરો છે. બલૂચિસ્તાન અને સિંધના દક્ષિણ ભાગોમાં કુપોષણ પણ એક મોટી ચિંતાનો વિષય છે.

એફએઓની રિપોર્ટ એ પણ દર્શાવે છે કે પાકિસ્તાનના કેટલાક જિલ્લામાં ડાયરિયા, તીવ્ર શ્વસન ચેપ અને મેલેરિયા જેવી બીમારીઓ ઉચ્ચસ્તર પર છે. ૨૦૨૨માં ચોમાસા દરમિયાન વિનાશકારી પૂરને કારણે કેટલાક ક્ષેત્રોમાં સ્વચ્છ પાણીની ભારે અછત થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.