યુએસમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતી ટ્રાવેલ એજન્સીઓ પર વિઝા નિયંત્રણો

વોશિંગ્ટન, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવવામાં સંડોવણી ધરાવતી ભારતીય ટ્રાવેલ એજન્સીઓના માલિકો, એક્ઝિક્યુટિવ્ઝ તથા વરિષ્ઠ અધિકારીઓ પર અમેરિકાએ વિઝા નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે.
આ અંગે અમેરિકાના વિદેશ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી, અને માનવ તસ્કરી સહિતના ગેરકાયદે કામોમાં સંડોવાયેલા લોકોને ઓળખી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ભારત સ્થિત અમેરિકન દૂતાવાસ તથા ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસ સતત કામગીરી કરી રહી છે.
વિદેશ વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, અમેરિકામાં ગેરકાયદે ઈમિગ્રેશનની કામગીરીમાં સંડોવાયેલી ભારતની ટ્રાવેલ એજન્સીઓ, તેમના માલિકો, એક્ઝિક્યુટિવ્સ અને વરિષ્ઠ અધિકારીઓ પર વિઝા નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.
અમારી ઈમિગ્રેશ નીતિનો હેતુ વિદેશી નાગિરકોને ગેરકાયદે ઈમિગ્રેશનના જોખમોથી માહિતગાર કરવાની સાથે સાથે જ ગેરકાયદે ઈમિગ્રેશનની કામગીરી કરતાં સહિતના અમારા કાયદાનો ભંગ કરનારા લોકોને જવાબદાર ઠેરવવાનો પણ છે.
વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, વિઝા નિયંત્રણ નીતિ એ વૈશ્વિક છે અને અન્યથા વિઝા વેવર પ્રોગ્રામ માટે ક્વોલિફાય થનારા લોકોને પણ તે લાગુ પડે છે. કઈ કઈ ટ્રાવેલ એજન્સી અને લોકો પર વિઝા નિયંત્રણો લદાયા છે તેવા એક પ્રશ્નના જવાબમાં નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસના અધિકારીએ જણાવ્યું હતું કે, વિઝા રેકોર્ડની ગોપનીયતાને કારણે આ વિગતો ઉપલબ્ધ બનાવી શકાય તેમ નથી.
વિદેશીમાં રેમિટન્સ પર ૫ ટકા ટેક્સની દરખાસ્ત કરતાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ‘વન બિગ બ્યૂટિફૂલ બિલ’ને સોમવારે ૧૭-૧૬ મતની સાંકડી સરસાઈથી બજેટ કમિટીની બહાલી મળી હતી.
બિલમાં યુએસ મેક્સિકો સીમા પર ૪૬.૫ અબજના ખર્ચે દિવાલ બાંધવાની, ૫૧૦,૦૦૦ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ઓફિસરની ભરતીની જોગવાઈ છે. આશ્રય માંગતા ઇમિગ્રન્ટ પાસેથી ૧,૦૦૦ ડોલરની ફી વસૂલવાની દરખાસ્ત છે.
વાર્ષિક ૧૦ લાખ ઇમિગ્રન્ટ્સનો દેશનિકાલ તથા ડિટેન્શન સેન્ટરોમાં ૧ લાખ વ્યક્તિઓની રાખવાની ક્ષમતા ઊભી કરવાની પણ દરખાસ્ત છે. માતાપિતા વગરના બાળકોને સ્પોન્સર કરવા ૩,૫૦૦ ડોલરની ફી સહિત ઇમિગ્રેશન-સંબંધિત અરજીઓ માટે વધારાની ફીની દરખાસ્ત છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ અને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૮ વચ્ચે જન્મેલા બાળકો માટે ૧,૦૦૦ ફેડરલ સહાયની પણ જોગવાઈ છે.SS1MS