જજો સામે કાર્યવાહી માટે પૂર્વ મંજૂરીના ચુકાદાની સમીક્ષાનો સમય આવી ગયો છે: ધનખડ

નવી દિલ્હી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો સામે કાર્યવાહી કરવા માટે પૂર્વ મંજૂરી જરૂરી છે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પુનઃવિચારણા કરવાનો સમય આવી ગયો છે.
તેમણે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સંબંધિત કેશકાંડમાં એફઆઈઆર દાખલ કરવામાં વિલંબ પર પણ સવાલ ઉઠાવ્યો હતો.આ મામલાની તપાસ માટે ત્રણ જજની ઇન-હાઉસ સમિતિની રચના પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે આ એક ગંભીર મુદ્દો છે. ત્રણ જજની સમિતિ કેવી રીતે તપાસ કરશે.
આ મામલાની વૈજ્ઞાનિક ગુનાહિત તપાસની જરૂર છે. બીજા કોઇ સામાન્ય નાગરિકની જેમ આ મામલે ફોજદારી ન્યાય પ્રણાલી કેમ કાર્યરત ન બની શકે? આ મામલે લોકો તેની મની ટ્રેઇલ, તેના સ્રોત, તેના ઇરાદા જાણવા માગે છે.શું આ મામલાથી ન્યાયિક પ્રણાલી દૂષિત થઈ છે? બે મહિના વીતી ગયા છે અને કોઇ કંઇ જાણતું નથી.
જસ્ટિસ વર્માના સત્તાવાર ઘરમાંથી જંગી રોકડ રકમ મળ્યાં બાદ માર્ચ મહિનામાં તેમની દિલ્હી હાઇકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાઈ હતી. એક પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં બોલતા ધનખડે કહ્યું હતું કે કે વીરસ્વામીના ચુકાદા પર ફરી વિચાર કરવાનો સમય આવી ગયો છે.
૧૯૯૧ના કે વીરસ્વામી વિરુદ્ધ ભારત સંઘના કેસ સુપ્રીમ કોર્ટનો એક સીમાચિહ્નરૂપ ચુકાદોમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ન્યાયાધીશો પણ જાહેર સેવક છે, પરંતુ ન્યાયાધીશ સામે કાર્યવાહી કરવા માટે પૂર્વ મંજૂરીની જરૂર પડશે.SS1MS