શું રશિયા-યુક્રેન વચ્ચેનું યુધ્ધ સમાપ્ત થશે?

File Photo
ટ્રમ્પે પુતિન સાથે ફોન પર બે કલાક વાતચીત કરી
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાની દરમિયાનગિરીથી થી છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધ વિરામની પ્રબળ શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સતત આ અંગે પ્રયત્ન કરી રહ્યા છે.
જેમાં હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીત લગભગ બે કલાક ચાલી હતી. જ્યારે પોતાના ટ્›થ સોશિયલ પર આ વાતચીત વિશે માહિતી આપતાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે આ ખૂબ જ સારી વાતચીત હતી.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્›થ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, “મેં હમણાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે કલાકની વાતચીત પૂર્ણ કરી છે. મારું માનવું છે કે તે વાતચીત ખૂબ જ સારી રહી.
રશિયા અને યુક્રેન તાત્કાલિક યુદ્ધવિરામ માટે વાટાઘાટો શરૂ કરશે અને વધુ અગત્યનું છે જે યુદ્ધનો અંત લાવશે. આ માટેની શરતો બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો દ્વારા નક્કી કરવામાં આવશે. કારણ કે આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તેમની પાસે વાતચીત વિશે એવી માહિતી હોય કે જેના વિશે બીજું કોઈ જાણતું ન હોય.