Western Times News

Gujarati News

‘સહકારથી સમૃદ્ધિ’ તરફ આગળ વધતું ગુજરાત: સહકારી બેંકોની ડિપોઝીટમાં થયો 11 હજાર કરોડનો વધારો

AI Image

બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવી

બેંકની ડિપોઝીટમા ૧૧૦૯૫ કરોડનો વધારો થયેલ છે. ૬૮૮૯ નવા માઇક્રો એ.ટી.એમ. આપવામાં આવેલ છે. ૬૮૫૬ દુધ/પેકસ મંડળીઓને બેંક મિત્ર બનાવવામાં આવેલ છે.

“સહકારી સંસ્થા વચ્ચે સહકારની ભાવના”ના  સિદ્ધાંતને વાસ્તવિક રીતે અમલીકરણ કરી શકાય તે માટે એક નવીન પહેલ ગુજરાતે શરુ કરી

પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં આવેલ તમામ દૂધ મંડળીઓ તથા પેકસ મંડળીઓ તથા તેમના સભાસદોના ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલવામાં આવ્યા.

અમદાવાદ, વડાપ્રધાનશ્રીના “સહકાર થી સમૃધ્ધિના” વિઝનને સાકાર કરવા ભારત સરકારે રાજય સરકારોના સંકલન થી સહકાર આધારિત આર્થિક મોડૅલ  ને મજબુત કરવા અનેક પગલાઓ લીધેલ છે.

તાજેતરમાં તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રેઝેન્ટેશન મારફત “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે જસહકાર રાજ્ય મંત્રીશ્રીએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા તેમજ યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

સહકારી ક્ષેત્રના વિકાસ માટે અવરોધરુપ પાસુ નાણાંકીય સ્ત્રોતોનો અભાવ હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે આ બાબત ધ્યાને રાખી સહકારી ક્ષેત્રના નાણાંકીય સ્ત્રોતો સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે જ વપરાય તે વિઝન સાથે તમામ સહકારી સંસ્થાઓના અને તેમના સભાસદોના ખાતાઓ જિલ્લામાં સહકારી બેંકોમાં જ ખુલે અને તે રીતે સહકારના સાત સિદ્ધાંતો પૈકીનો એક સિદ્ધાંત “સહકારી સંસ્થા વચ્ચે સહકારની ભાવના”ના સિદ્ધાંતને વાસ્તવિક રીતે અમલીકરણ કરી શકાય તે માટે એક નવીન પહેલ શરુ કરી.

આખા દેશમાં આ પહેલના અમલ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોને પસંદ કરવામાં આવી.

પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં આવેલ તમામ દૂધ મંડળીઓ તથા પેકસ મંડળીઓ તથા તેમના સભાસદોના ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલવામાં આવ્યા.

પેક્સ સહકારી મંડળીઓ તથા દૂધ સહકારી મંડળીઓને બેંક મિત્ર બનાવવામાં આવ્યા. પેકસ તથા દૂધ મંડળીઓના સભાસદો દ્વારા વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તે માટે મંડળીના મકાનમાં માઈક્રો-એટીએમ તથા એ.ટી.એમ. પુરા પાડવામાં આવ્યા તેમજ મંડળીના સભાસદોને ડિજીટલ ટ્રાંઝેકશન કરવા જરુરી તાલીમ પણ આપવામાં આવી.

દુધ તથા પેકસ મંડળીના સભાસદોને તેમની જરુરિયાત મુજબની ધિરાણ મળી રહે તે માટે કે.સી.સી કાર્ડ તથા રુપે કે.સી.સી કાર્ડ આપવામાં આવ્યા. આ પાઇલોટ પ્રોજેકટના કારણે મંડળીઓના સભાસદોને ડોર-સ્ટેપ સુધી ડિજીટલી નાણાંકીય સેવાઓ પૂરી પાડી શકાયેલ છે.

બેંક દ્વારા બેંક મિત્ર તરીકે કામગીરી કરી રહેલ પેક્સ તથા દૂધ મંડળીને કમિશન પણ ચૂકવવામાં આવતા મંડળીની આવકમાં પણ વધારો થયો. આ પ્રોજેક્ટના કારણે જિલ્લા સહકારી બેંકોનો  નાણાકીય ભંડોળ નો પ્રવાહ માત્ર થોડાક જ મહિનામાં વધી જવા પામેલ છે. જેનાથી જિલ્લાના સહકારી ધિરાણ માળખા સાથે જોડાયેલ લોકોને સરળતા થી ધિરાણ મળી રહે તે માટે જરૂરી નાણા ભંડોળ ઊભો થવા પામેલ હતો.

રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટને તા. ૧૫/૦૧/૨૪ થી આખા રાજયમાં અમલમા મુકેલ છે.જેના કારણે અત્યાર સુધીમાં જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકોમા કુલ-૨૩,૯૪,૯૦૦ નવા ખાતાઓ ખુલેલ છે.  બેંકની ડિપોઝીટમા૧૧૦૯૫ કરોડનો વધારો થયેલ છે. ૬૮૮૯ નવા માઇક્રો એ.ટી.એમ. આપવામાં આવેલ છે. ૬૮૫૬ દુધ/પેકસ મંડળીઓને બેંક મિત્ર બનાવવામાં આવેલ છે.

,૨૭,૫૩૭ નવા રુપે કે.સી.સી કાર્ડ ઇશ્યુ કરવામાં આવેલ છે. બેંકો દ્વારા ૩,૩૫,૨૯૯ જેટલા નવા KCC તથા KCC(AH) આપવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના કારણે ગ્રામ્ય કક્ષાએ માઇક્રો એ.ટી.એમ મારફતે થતા ટ્રાન્ઝેકશન ની સંખ્યામાં વધારો થયેલ છે. પ્રોજેકટના અમલીકરણ બાદ ૮૪.૯૬ લાખ ટ્રાન્ઝેકશન મારફતે રૂ.૬૧૭૦ કરોડનુ ટ્રાન્ઝેકશન થયેલ છે.

ગુજરાતમાં આ પહેલના અમલીકરણથી મળેલ સફળતાના આધારે આ પહેલ સમગ્ર ભારતમા અમલમાં મુકવામાં આવેલ છે.

આ બેઠક દરમિયાન સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રેઝેન્ટેશન મારફત “કો-ઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે જસહકાર રાજ્ય મંત્રીશ્રીએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે જરૂરી સૂચનો કાર્ય હતા તેમજ યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

સહકાર ક્ષેત્રમાં સહકારિતાને વેગ આપવાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીઅમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, અમૂલના ચેરમેન શામળભાઈ પટેલ સહિત રાજ્યભરના દૂધ સંઘો તેમજ વિવિધ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ચેરમેનશ્રીઓમેનેજીંગ ડાયરેક્ટરશ્રીઓ, CEO તેમજ સહકાર વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.