ચિખલી આયુષ્માન આરોગ્ય મંદિરને NQASનું નેશનલ સર્ટી એનાયત

(ડાંગ માહિતી)ઃ આહવાઃ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામિત તથા જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ તબીબી અધિકારીશ્રી ડો. દિલિપકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ ગત એપ્રિલ મહિનાની ૨૫ તારીખે,
ડાંગ જિલ્લા પંચાયત હસ્તક આહવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાપુતારામાં સમાવિષ્ટ આયુષ્માન આરોગ્ય મંદિર ચિખલીમાં એન.એચ.આર.સી દિલ્હીની ટીમ દ્વારા એનક્યુએએસ એસસેસમેન્ટ કરાયું હતું. જેમાં ૯૨.૬૮% સ્કોર સાથે ચિખલી આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું સર્ટિફિકેટ (NQAS) એનાયત કરવામાં આવ્યું હતું.
ચિખલી, આયુષ્માન આરોગ્ય મંદિરમાં સગર્ભા માતાની તેમજ પ્રસૂતાની પ્રસૂતિ પછીની સાર સંભાળ, નવજાત શિશુ અને વર્ષથી નાના બાળકની આરોગ્યની સંભાળ, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોનું નિદાન, આંખ, નાક, કાન તથા ગળાને લગતી બીમારી અને રોગોનું સ્ક્રીનિંગ, નિદાન સહિત ૧૨ સેવાઓ અપાઈ રહી છે. દિલ્હીની ટીમ દ્વારા આરોગ્ય અંગેના આ તમામ પાસાંઓની ચકાસણી કરી સ્કોર આપવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય શાખાના કુલ-૬૮ આયુષ્માન આરોગ્ય મંદિર પૈકી ખુબ જ અંતરિયાળ વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાઢવી હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિર કોટબાને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણ પત્ર પ્રાપ્ત થયેલ છે. તેમજ કુલ ૨૨ આયુષ્માન આરોગ્ય મંદિરનું રાષ્ટ્રીય કક્ષાનું એક્સટર્નલ એસેસમેન્ટ કરવાની કામગીરી હાલ પ્રગતીમાં છે.
જેમાંથી ૭ આયુષ્માન આરોગ્ય મંદિરનું એસેસમેન્ટ કે જ્યાં આવનાર દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જે તમામનું દ્ગૐજીઇઝ્ર દિલ્હી ખાતેની રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા એસેસમેન્ટ કરી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દ્ગઊછજી માટે ચિખલી આયુષ્માન આરોગ્ય મંદિરને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હી તરફ થી રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણ પત્ર આપવામાં આવેલ છે. હાલની સ્થિતિએ ડાંગ જિલ્લામાં ૧૫ આયુષ્માન આરોગ્ય મંદિરના એસેસમેન્ટ દિલ્હી થી આવનાર ટીમ દ્વારા કરવામાં આવશે.
ચિખલી આયુષ્માન આરોગ્ય મંદિરને એન.એચ.આર.સી દિલ્હીની ટીમ દ્વારા ગુણવત્તાસભરનું મૂલ્યાંકન કરી દ્ગઊછજીનું નેશનલ સર્ટી એનાયત કરતાં, ચિખલી આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી અશોકભાઇ એસ. ચૌધરી સહિત તેઓની સમગ્ર ટીમને ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત સહિત જિલ્લા પંચાયતની સમગ્ર આરોગ્યની ટીમે અભિનંદન પાઠવ્યાં હતાં.