દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે બે જૂથ વચ્ચેની અથડામણમાં ધ્રાંગધ્રા યાર્ડના ચેરમેને ફાયરીંગ કર્યું

પ્રતિકાત્મક
કોઢ અને કલ્યાણપુર ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયોઃ બંને પક્ષોએ સામસામી ફરીયાદ નોધાવતા ગુનો નોધી એક શખ્સની અટકાયત કરાઈ
ધ્રાંગધ્રા, તાલુકાના કોઢ ગામે ખેડૂત મોલ એગ્રો નામની દુકાનના ઉદઘાટન પ્રસંગમાં મારામારી તેમજ ફાયરીંગનો બચાવ બન્યો હતો. જેમાં ધ્રાંગધ્રા માર્કેટીગ યાર્ડના ચેરમેન કનકસિંહ ભુપતસિંહ ઝાલાનું નિયંત્રણ કાર્ડમાં નામ ન હોવાના કારણે ફાયરીગ કરવામાં આવ્યું હતું. આ બનાવમાં કનકસિંહે ઝાલાને તિક્ષણ હથીયાર વાગતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા છે.
કોઢ ગામે ભરતભાઈ રૂપાભાઈ કારડીપારા રાજપુત નામના વ્યકિતએ ખેડૂત એગ્રો મોલ ખાતર દવા, બિયારણની દુકાનનું ઉદ્ઘાટન રાખ્યું હતું. જેની નિમંત્રણ પત્રીકામાં પોતાનું નામ હોવાથી માર્કેટીગ યાર્ડના પ્રમુખ કનકસિંહ ઝાલા રોષે ભરાયા હતા અને બંદુક લઈ દુકાન ઉપરર આવતા બોલાચાલી થઈ હતી. જેથી બે જુથ કારડીયા રાજપુત અને ક્ષત્રીય સમાજના લોકો સામસામે આવી જતા મામલો મારામારીમાં પલટાયો હતો અને કનકસિંહ ઝાલાએ ફાયરીગ કરી દીધું હતું.
બીજી તરફર કનકસિંહ ઝાલાએ તીક્ષણ હથીયાર વાગતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. આ અંગે બંને પક્ષોએ તાલુકા પોલીસમાં સામસામે ફરીયાદ નોધાવતા ગુનો નોધી નારસંગભાઈ રૂપાભાઈ પઢીયારની અટક કરાઈ છે.
બંને પક્ષનો સામસામી ફરીયાદો હોવાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા ફાયરીગ અને મારામારીરના બનાવમાં બે જુથ વચ્ચે અથડામણ ન સર્જાય તે માટે પોલીસ એલસીબી એસઓજીની ટીમે દોડી આવી તપાસ હાથ ધરી છે. તેમજ કોઢ અને કલ્યાણપુર ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.