Western Times News

Gujarati News

યુવાનને ઉંચા ભાડાની લાલચ આપી ત્રણ ટ્રક અને એક કાર મેળવ્યા બાદ પરત ન કરી

જામનગરના રજાક સોપારી અને તેના બે સાગરીતો સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ

જામનગર, પોરબંદર જીલ્લાના ફટાણા ગામે ગૌશાળા ની બાજુમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ગંગાભાઈ ઠેબાભાઈ કોડીયાતર નામના ૩૪ વર્ષીય યુવાન જામનગરના આરોપી રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા અમીન નોતીયા અને રામ ભીમસી નંદાણીયા સામે ફરીયાદ નોધાવી છે.

જેમાં જણાવાયા અનુસાર આરોપી રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા, અમીન નોતીયા અને રામ ભીમશી નંદાણીયાએ ફરીયાદી ગંગાભાઈ ઠેબાભાઈ કોડીયાતરને પોતાના મોટા મોટા કોન્ટ્રાકટરો ચાલુ છે. અને તમારા આ ટ્રકો તે કોન્ટ્રાકટમાં રાખી દઈશ અને તમોને ભાડા પેટે દરેક ટ્રક એક લાખ જેટલા અપાવીશ.

તેવી વાતો કરી હતી. એટલું જ નહી ટ્રકોનો તમામ મેઈનટેન્સનો પણ ખર્ચા કરાવી આપશું તેવું કહી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં ગંગાભાઈ ઠેબાભાઈ કોડીયાતરને કુલ ૧ર ટ્રકો પૈકી ૩ ટ્રકો જીજે રપ યુપ૯૩૩ જીજે ૩૬ એકસ ૮૧૩ર અઅને જીજે ૩૬ એકસ ૮૧ર૩ અને એક સ્કોપીયો જીજે રપ એ ૯૧૮૪ ભાડા પેટે લઈ લીધા હતા. જેના ભાડા અમુક સમય આપ્યા બાદ ટ્રક કબજે કરી લીધા હતાં.

તેની સાથે હોડીગના ધંધામાં આપેલા રૂપિયા ૧પ,૦૦,૦૦૦ ની અવારનવાર ઉઘરાણી તેઓ પાસેથી કરતા આરોપીઓને રૂપિયા પરત આપ્યા ન હતા. એટલું જ નહી ટ્રકો કે નકકી કરેલ ભાડાનીરકમ તેમજહોડીગ ના ધંધામાં આપેલા રૂપિયા ૧પ,૦૦,૦૦૦ પણ પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિડી કરતા અંતે મામલો પોલીસમથકે પહોચ્યો છે. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.