શર્મિલા ટાગોર તેમની પુત્રી સાથે કાન્સમાં પહોચ્યાં

પોતાની સાદગીથી ફેન્સના દિલ જીત્યા
શર્મિલા ટાગોરે કાન્સમાં સુંદર સાડી પહેરી હતી, શર્મિલા ટાગોર વાદળી રંગની સાડીમાં એકદમ શાહી લાગી રહી છે
મુંબઈ,
ઘણા બોલિવૂડ સેલેબ્સે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી છે. હવે શર્મિલા ટાગોર પણ તેમની પુત્રી સબા સાથે આવી છે. તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ કાન્સમાં પોતાના શાહી અંદાજમાં જોવા મળ્યા હતા.માતા અને પુત્રી બંનેની જોડી પરફેક્ટ લાગી રહી છે. બંને સાથે પોઝ આપી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે.સત્યજીત રેની ફિલ્મ “અરનૈયર દિન રાતી” ના સ્ક્રીનિંગ માટે શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ કાન્સમાં પહોંચી ગયા છે. આ ૧૯૭૦ ની ક્લાસિક ફિલ્મ છે જેનું ૪કે વર્ઝન પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.શર્મિલા ટાગોરે કાન્સમાં સુંદર સાડી પહેરી હતી. શર્મિલા ટાગોર વાદળી રંગની સાડીમાં એકદમ શાહી લાગી રહી છે.જ્યારે સિમી ગ્રેવાલ સફેદ પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંને અભિનેત્રીઓએ સાથે ઘણા પોઝ આપ્યા.સબા તેની માતાની આ બધી ક્ષણોને કેદ કરતી જોવા મળી હતી. તેણીએ ચાહકોને તેના લુકથી લઈને કાન્સમાં આગમન સુધી બધું જ બતાવ્યું છે.SS1