BRTS કોરીડોરમાં ઘુસેલી કાર સ્વિંગ ડોર સાથે અથડાઈ
રાયખડ ચાર રસ્તા પાસે મંગળવારે સવારે ૧૦.૪ર વાગ્યાના અરસામાં એક કારનો ચાલક બીઆરટીએસ કોરીડોરમાં આવ્યો હતો અને રોંગ સાઈડમાં કોરીડોરની બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો. આ વખતે ત્યાં લગાવવામાં આવેલો સેન્સર આધારીત ગેટ બંધ થઈ રહ્યો હોઈ આ કાર ધડાકા સાથે ગેટ સાથે અથડાઈ હતી. અને ગેટને નુકશાન થયુ હતુ. અને કારના ચાલક સામે ફરીયાદ નોંધી ગેટની કિંમત કારચાલક પાસેથી વસુલવામાં આવી હોવાની માહિતી પણ Âટ્વટ કરી હતી. અને તેના લીધે ગેટને પણ નુકશાન થયુ હતુ. આ ઘટનાના પગલે કોર્પોરેશન દ્વારા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવાઈ છે. અને ગેટને થયેલા નુકશાનનું વળતર પણ લેવામાં આવશે.