આણંદ – અક્ષરફાર્મ ખાતે ‘વિકસિત ભારતનો સાંસ્કૃતિક સામારોહ’ નો પ્રારંભ થયો

(પ્રતિનિધિ)આણંદ, તા. ૧૯/૦૫/૨૦૨૫, સોમવાર સાંજે ૭.૦૦ વાગ્યા થી આણંદ – અક્ષરફાર્મ ખાતે વિકસિત ભારતનો સાંસ્કૃતિક સામારોહનો પ્રારંભ થયો છે. જેના ઉદઘાટનમા પૂજ્ય ભગવદચરણ સ્વામી, કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામી સાથે યોગેશભાઈ પટેલ –
ધારાસભ્યશ્રી, આણંદ, રમણભાઈ સોલંકી – નાયબ મુખ્યદંડકશ્રી, બોરસદ, વિપુલભાઈ પટેલ – ધારાસભ્યશ્રી, સોજીત્રા, કમલેશભાઈ પટેલ – ધારાસભ્યશ્રી, પેટલાદ, દિપકભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી – તંત્રીશ્રી નયા પડકાર, પ્રમીતભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પરમ પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદથી પ્રસ્તુત કાર્યક્રમને સફળ બનાવવા પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ બી.એ.પી.એસ. આણંદ વિદ્યાનગરના તમામ કાર્યકરો અને સ્વયંસેવકો ઉમદા સેવા આપી રહ્યા છે. પૂજ્ય ભગવદચરણ સ્વામી અને કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીએ સૌને આ કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.