સાયબર ફ્રોડના નાણાં માટે બેંક કીટ સપ્લાય કરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદ, સાયબર માફીયાના કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન માટે બેંક એકાઉન્ટ અને તેની કીટ ભાડે આપતી ગેંગના ચાર સાગરીતોને વાસણા પોલીસે ઝડપી લીધા છે.
તેમની તપાસમા તેઓ ખાતેદારને ૨૦ હજાર આપીને તેની કીટ મેળવી લઇ સાયબર માફીયાને સપ્લાય કરતા હતા. વાસણા પોલીસ ઇન્સ્પેકટર આર એન પટેલને બાતમી મળી હતી કે સાયબર ળોડ અને ક્રિકેટ સટ્ટાના રૂપિયાના ટ્રાન્જેક્શન માટ બેંક કીટ મેળવી લઇ તે માફીયાઓને સપ્લાય કરતી ગેંગના ચાર સાગરીતો અંજલી ચાર રસ્તા પાસે ફરી રહ્યા છે.
આ ગેંગ જરૂરીયાતમંદ લોકોના બેંક એકાઉનન્ટ ખોલાવી તેમને ૨૦ હજાર રૂપિયા આપી રહ્યા છે. પોલીસે તરતજ આ ગેંગના યોગેન્દ્ર છીપા (પાવાપુરી સોસાયટી, મુંદ્રા, કચ્છ), મહર્ષી નરેન્દ્ર દવે (રિદ્ધીનગર, મુંદ્રા), યારૂકમીયા શેખ (કલાપૂર્ણ-૨ સોસાયટી, મુદ્રા) અને આશુપ્રતાપસિંગ રાઠોડ (આઝાદનગર, ભીલવાડા, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી વિવિધ બેંકના એકાઉન્ટની વેલકમ કીટ, ચેકબુક, પાસબુક અને સીમ કાર્ડ જપ્ત કર્યા હતા. આ બાબતે આર એન પટેલે જણાવ્યું કે યોગેન્દ્ર છીપા અને આસુપ્રતાપસિંગ ખાસ મિત્ર હતા.
તેમણે તેમના જાણીતા મહર્ષી દવે અને યારૂકમીયા શેખનો સંપર્ક કરીને ઓફર આપી હતી કે તેમને ગેમીંગ અને સટ્ટા માટે પૈસાના વ્યવહાર કરવા માટે મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટની જરૂર છે જેમાં બેંક એકાઉન્ટની કીટ અને તેમાં રજીસ્ટર્ડ નંબરનું સીમકાર્ડ આપશે તો તેના બદલામાં ૧૨ હજારની પહોંચતા કરાશે. જેથી તેમણે અનેક લોકોના એકાઉન્ટ ખોલાવી આપ્યા હતા. આ કીટ બીપીન મહારાજ નામના વ્યક્તિને પહોંચતી થતી હતી.SS1MS